પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

ઘેાડી ને ઘેાડેસવાર

ચીસ નાખીને એમણે હાથમાંથી રાંઢવું મૂકી દીધું; “ ઢબ - ઢબ - ઢબાક ! ” ઢબતા ઢબતા બેય જણા કાંઠે નીકળી ગયા.

રાંઢવું છૂટ્યું, અને ત્રાપો ફર્યો. મધવહેણમાં ઘૂમરી ખાધી.... ઘરરર ! ઘરરર ! ત્રાપો તણાયો. “એ ગયો.... એ ગયો... કેર કર્યો આપા ! – કેર કર્યો” એવી રીડિયારમણ બેય કાંઠે થઈ રહી. રાંઢવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો, બાઈની સામે મંડાણો. બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી – એના બાળક ઉપર છે; અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે. ત્રાપો ઊભે વહેણે ઘરેરાટ તણાતો જાય છે. 'જે જગદમ્બા 'નો મૃત્યુ-જાપ જપાતો જાય છે.

આપો જુએ છે કે કાઠિયાણી ચાલી ! એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાને સંસાર કલ્પી લીધો, અને –

ડુંગર ઉખર દવ બળે, ખન-ખન ઝરે અંગાર,
જાકી હેડી હલ ગઈ, વો કા બુરા હવાલ.

અને –

કંથા પહેલી કામની, સાંયા , મ માર્યે,
રાવણ સીતા લે ગયો, વે દિન સંભાર્યે.

– એવા એવા ધ્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળું ક્યાં હતું ?

કાઠીએ માણકીની વગ ઉતારીને કાઠાની મૂંડકી સાથે ભરાવી. મોરડેાય ઉતારી લીધો. ઊગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી, ઉપર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેઠવાસ માણકીને વહેતી મૂકી. મણીકા-મણીકા જેવડા માટીના પિંડ ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલક વારમાં પહેાંચી. આ બધું વીજળીને વેગે બન્યું.

“બાપ માણકી! મારી લાજ રાખજે !” કહીને ઘોડીના