પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૨૮


“તને સુખી જોઈને હરખનાં આંસુ આવ્યાં, બાપ !”

"ના. માડી ! આ આંસુ હરખનાં નથી, સાચું બોલો.”

”બસ. બાપ, ભૂલી ગયો ? સુખ બધું ભુલાવી દે છે.”

"શું ?"

“તારા બાપનું વેર.”

રાણીની પાસેથી બે રજપૂત લઈને પીઠાશ કાઠિયાવાડ આવ્યો. અરઠીલા ગામને માથે બરાબર અધરાત, કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગેારી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી. એના વલોવાતા અંતર સરીખું વાદળ જાણે ઊંડી ઊંડી વેદનાને ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું અને ઓલવાતી અનેક આશાઓ જેવા તારાઓ ચમક ચમક થાતા હતા.

સોનરા બાટીના ઘરમાં પીઠાશ એકલો જ ગયો. બુઢ્ઢો ફુઓ અને બુઢ્ઢી કુઈ એક જ ઓરડામાં સૂતેલાં. પીઠાશને મનમાં થયું : આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે ? અંગૂઠો દાબીને એણે ફોઈને જગાડ્યા. ચારણીએ ભત્રીજાને જોયો, હાથમાં ખડગ જોયું. એાળખ્યો.

“આવી પહોંચ્યો, બાપ !” જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સ્વરે બોલી; ત્રીજો કાન સાંભળી ન શકે તેવું ધીમેથી બોલી. ચારણ ચકિત થઈ ગયો.

“લે, હવે વાટ કોની જુએ છે? લગાવ. એ જ તારા બાપનો મારતલ છે.” ચારણીએ આંગળી ચીંધી.

“કુઈ! તમારો...”

“મારો ચૂડલો? ચિંતા નહિ, બાપ !”

એક જ ઘાએ પીઠાશે પતાવ્યું.

“હવે ? તને ખબર છે બાપ, કે એને માથે કોણ બેઠા છે ? હમીર અને નાગાજણ – બે: મારા બે સાવજ ! એના બાપનું લોહી ભાળશે એટલી જ વાર છે, માટે