પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સાધાપર : ૩

૭૪

મટીને એણે જોબનના શણગાર સજ્યા. એની આંખમાં કંથડો કાંઈક જોઈ રહ્યો.

ચારણે જોયું કે ભીમડાદના માઢ ઉપર દીવા ઓલવાયેલા હતા. ગામમાં સમી સાંજે સોપો પડી ગયેા હોય એવી ધાક બેસી ગઈ હતી. ખોખરાની કાયા લોહીમાં રગદોળાતી સીમાડે પડી હતી.

રાતોરાત ચારણ ભડલી પહેાંચ્યો; ત્યાંના કાઠીએાને કહ્યું : ”હાલો બાપ, આકડે મધ અને માખિયું વિનાનું છે. ભીમડાદના તાલુકા ઉપર તમારી નોબત્યું વગડાવીને નેજો ચડાવી દ્યો.”

ભડલીવાળા આળસુ કાઠીએાએ કહ્યું : “ હા બા, સવારે પરિયાણ કરશું.” અને વધામણી લઈને આવનારા ચારણનો એમણે કાંઈ આદર ન કર્યો.

રાતોરાત ચારણ ભાગ્યો : કુંભારા ગામમાં જઈને મેરામ ખાચરને ખબર દીધા : “બાપ, જોગમાયા ભડલીવાળાના કરમમાંથી ભૂંસીને ભીમડાદ તને દે છે, લેવું છે ?”

એ મેરામ ખાચર કોણ ? એાળખાણ આપીએ : પાળિયાદના દરબાર માચા ખાચરના એ મોટેરા કુંવર. સાવકી મા હતી. નવાં આઈને પેટ પણ નાનેરા ભાઈ જન્મેલા હતા. એક વખત માચા ખાચરનું શરીર લથડ્યું. મોતની પથારી પથરી પથરાણી. દરબારની પાસે બેસીને કાઠિયાણી કલ્પાંત કરવા લાગી : “કાઠી ! તમારું ગામતરું થયે મારા છોકરાનું શું થાશે ? આ મેરામ મારા પેટને વીઘોય જમીન નહિ ખાવા દે, હો ! ને હું રઝળી પડીશ.”

આવું આવું સાંભળીને આપા માચાનો જીવ ટૂંપાતો હતો. એનું મોત બગડતું હતું.

મેરામ ખાચરને ખબર પડી. બાપુની પથારી પાસે