પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭પ

કાઠિયાણીની કટારી

આવીને એણે માળા ઉપાડી; બોલ્યા : “આઈ, શીદને ઠાલાં મારા બાપની છેલ્લી ઘડી બગાડો છો ? આ લ્યો, સૂરજની સાખે માળા ઉપાડું છું કે પાળિયાદની તસુ જમીન પણ મારે ન ખપે. અને મારા ભાગ્યમાં હશે તો વિધાતાયે નહિ ભૂંસી શકે. જાઓ, આઈ ! મેાજ કરો. અને બાપુ, તમારા જીવને સદ્દગતિ કરો.”

માચા ખાચરનો દેહ છૂટી ગયેા. આઈ એ પસ્તાવો કર્યો. એણે ઘણા કાલાવાલા કરી જોયા : “બાપ મેરામ, તું તારા ભાગનો ગરાસ તો પૂરેપૂરો લે.”

પણ મેરામ ખાચર લીધી પ્રતિજ્ઞા લોપે નહિ. એણે ફક્ત કુંભારું ગામ અને સરવાની ત્રીજી પાટી રાખી. પોતે પાળિયાદમાંથી રહેણાક કાઢી નાખ્યાં અને સરવે જઈ રહ્યા.

٭

એવા મેરામ ખાચરને ચારણે ભીમડાદના વાવડ દીધા. જગદંબાએ જ જાણે કે મહેર કરી. રાતોરાત મેરામ ખાચરે ભીમડાદનો કબજો લીધો.

સવારે ભડલીવાળા ઝોકાં ખાતા ખાતા ભીમડાદ આવ્યા. ચારણે કહ્યું : “કાં બાપ ! ઊંઘી લીધું ? જાવ, તમને ગરાસ કમાતાં નો આવડે.”

પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવો પ્રથમ ભડલી ગયેલો હતો એટલે એણે સખપર ગામ ભડલીને આપ્યું. સારંગપર ગામ ચારણને મળ્યું. ચારણોએ એની બિરદાવલી લલકારી :

મેરામણ મેલ્યે, મહીપત બીજ માગવા,
(ઈ તો ) કુંજર ઠેલે કરે, મેંઢે ચડવું માચાઉત !

એક મેરામ ખાચર મૂકીને બીજા કોઈ રાજાએાની પાસે યાચવા