પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિદ્યાર કબીરે પોતાની સાખીએમાં સાધુકરીના અને રમૈની તથા શબ્દોમાં કાવ્યભાષા કે ત્રુજને ઉપયોગ કર્યો છે. પરંતુ તેમના આ ઉકેલ ભાગ્યે જ સંતોષકારક કહેવાય, કારણ કે તેથી ખીરમા પોતાના કથનનું ખંડન થાય છે. ખીજું આધારભૂત દસ્તાવેજોના અભાવે એ સિદ્ધ કરવું પણ સવિત નથી, ૮. આમ, આ સાહિત્યિક કૃતિઓની જેટલી વધારે શોધખોળ કરવામાં આવે તેટલા ભારપૂર્વક એ નિણૅય પર આવવું પડે કે, આ કૃતિઓની ભાષાઓ વિષે લેકને સામાન્ય રીતે જે અભિપ્રાય અંધાયા છે તેને માટે ખરું જોતાં બહુ સાથે આધાર છે. કેટલીક ખીજી બાબતો પણ આ નિયને પુષ્ટિ આપે છે. એ તો એક જાણીતી વાત છે કે, કાઈ પણ ખાલી કે ભાષાની પાછળ કાઈ મદ્ભૂત સામાજિક બળ ન હોય ત્યાં સુધી તે સાહિત્યિક પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકતી નથી. આ બળ કાં તે ધાર્મિક હોય અથવા રાજકીય હાય. પાલી અને અર્ધમાગધીની પ્રતિષ્ઠા વધી, કારણ કે એ બંને બૌદ્ધ અને જૈન સુધારાની વાહન બની હતી. હિંદુસ્તાનીને મુસ્લિમ ઉપદેશકા અને ખાદશાહોની મદદને પરિણામે સાહિત્યિક દરજ્જો પ્રાપ્ત થયા. રાજસ્થાની જે ૧૪ મી, ૧૫ મી અને ૧૬ મી સદીમાં ઉત્તર હિન્દુસ્તાનના એક મોટા ભાગની સાહિત્યિક ભાષા હતી, તેના વિકાસ અને તેની લાકપ્રિયતા મેવાડના મહાન સિસોદિયાના બળને આભારી હતાં. મેગલેએ મેવાડના રાણાને હરાવ્યા ત્યાર પછી રાજસ્થાની પણ એક સ્થાનિક ભાષા બની ગઈ, આમ, આપણે વ્રજ ભાષાના વિચાર કરીએ છીએ ત્યારે ૧૬ મી સદી સુધી તેને ટેકા આપનાર ક્રાઈ રાજકીય કે ધાર્મિક આંદાલન તેની પાછળ જણાતું નથી. વ્રજ કાઈ સત્તાનું રાજકીય કેન્દ્ર નહેાતું. શ્રી. વલ્લભાચાય જમાં આવીને વસ્યા અને ત્યાં તેમણે પોતાના કૃષ્ણકિતના સંપ્રદાયના પ્રચાર શરૂ કર્યો તે પહેલાં વ્રજનું એક ધાર્મીિક કેન્દ્ર તરીકે પણ કશું મહત્ત્વ નહોતું. વલ્લભના આંદોલને દેખીતી રીતે જ વ્રજ ભાષાને જે વેગ આપ્યા તેથી કરીને તે એક સાહિત્યિક ભાષાનું રૂપ ધારણ કરી શકી, ઉત્તર હિન્દુસ્તાનમાં સુરદાસે તથા વલ્લભાચાર્યના ખીન્ન શિષ્યા( અષ્ટ છાપ )એ વ્રજ ભાષાના પ્રભુત્વને હૃદ્ધ કર્યું; અને પરિણામે તેનું એક રૂપ દૂર દૂર બંગાળમાં કૃષ્ણભક્તિ વ્યક્ત કરવાના એક માધ્યમ તરીકે સ્વીકારવામાં આવ્યું,