લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદી સાહિત્ય સંમેલન

હિંદી સાહિત્ય સચૅલન તામિલ ભાઈઓને તેટલું સહેલું નથી. તામિલાદિ દ્રાવિડ વિભાગની ભાષા છે, ને તેની રચના, તેનું વ્યાકરણ સંસ્કૃતથી જુદાં જ છે. માત્ર શબ્દોની એકતા સિવાય ખીજી એકતા સંસ્કૃત ભાષા અને દ્રાવિડ ભાષા વચ્ચે જોવામાં આવતી નથી. પણ આ મુશ્કેલી માત્ર વર્તમાન શિક્ષિત વર્ગોને સારું છે. તેના સ્વદેશાભિમાન ઉપર આધાર રાખવાનો ને વિશેષ પ્રયાસ કરી હિંદી શીખી લેવાની આશા રાખવાને આપણને અધિકાર છે. ભવિષ્યને સારુ તુ જો હિન્દીને તેનું પદ મળે, તો દરેક મદ્રાસી નિશાળમાં હિન્દી દાખલ થાય અને મદ્રાસને બીજા પ્રાંતા વચ્ચે વિશેષ પરિચય થવા સંભવ પ્રાપ્ત થાય. અંગ્રેજી ભાષા દ્રાવિડ પ્રામાં પ્રવેશ નથી કરી શકી. પણ હિંદીને પ્રવેશ કરતાં સમય લાગે તેમ નથી. એ પ્રયાસ તેલચુ જાતિ તે આજે પણ કરી રહેલ છે. જો આ પરિષદ્ રાષ્ટ્રીય ભાષા કઈ થવી જોઈ એ એ વિષે એક વિચાર કરી શકે, તે તો કાર્યને સાધવાના ઉપાયો યેાજવાની આવશ્યકતા જણાશે. જે ઉપાયે। માતૃભાષા વિષે સૂચવ્યા છે તેવા, જોઈતા ફેરફાર સાથે, રાષ્ટ્રીય ભાષા વિષે પણ લાગુ પડી શકે છે. વિશેષમાં ગુજરાતીને કેળવણીનું વાહન કરવામાં આપણે જ મુખ્ય પ્રયાસ કરવા રહેશે. પણ રાષ્ટ્રીય ભાષાની ચળવળમાં તે આખુ ભારતવષ ભાગ લેશે. (ઈ. સ, ૧૯૧૭) ૨. હિંદી સાહિત્ય સંમેલન આ સંમેલન”નું પ્રમુખપદ આપી આપે મને ઉપકૃત કર્યાં છે. હિન્દી સાહિત્યની દૃષ્ટિથી જોતાં, આ સ્થાન માટે મારી યોગ્યતા કંઈ જ નથી, એ હું સારી રીતે જાણું છું. મારા હિન્દી ભાષા ઉપરના અસીમ પ્રેમ મને આ પદ અપાવવામાં કારણભૂત થયે છે. હું ઉમેદ રાખું છું કે, પ્રેમની પરીક્ષામાં હું હંમેશાં ઉત્તીણ થઈશ. સાહિત્યના પ્રદેશ ભાષાની ભૂમિ જાણવાથી જ નક્કો થઈ શકે છે, જો હિન્દી ભાષાની ભૂમિ નળ ઉત્તર પ્રાંત હશે, તો સાહિત્યના પ્રદેશ સંકુચિત રહેશે. જો હિન્દી ભાષા રાષ્ટ્રીય થશે, તે સાહિત્યના વિસ્તાર પણું રાષ્ટ્રીય થશે. ચા આ ભાષણુ ઇંદોરમાં મળેલી હિન્દી સાહિત્ય સમેલનની આઠમાં ખેઠકના પ્રમુખપદેથી આપવામાં આવ્યું હતું. (ઈ. સ. ૧૯૧૮.)