લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
એક લિપિનો પ્રશ્ન

એક લિપિને મા કરવું જોઈએ કે કાં તે આ કામ માટે એક નવું મંડળ સ્થાપવું જોઈ એ. હિંદી વા હિંદુસ્તાનીના રાષ્ટ્રમાવા તરીકે ફેલાવા કરવાની હિલચાલ સાથે આને ગૂંચવી ન નાખવી જોઈએ. એ કામ ધણું ધીમું ધીમું પણ સ્થિરતાથી ચાલી જ રહ્યુ છે. એક લિપિના વપરાશ એક ભાષાના ફેલાવાને સરળ બનાવશે. પરંતુ એ તેનું કામ અમુક હદ સુધી જ સાથે સાથે ચાલશે. હિંદી વા હિંદુસ્તાનીની ચેાજના પ્રાંતિક ભાષાનું સ્થાન લેવાની નથી; એના હેતુ એમાં પ્રતિ કરવાના અને આંતરપ્રાંતીય ઉપયોગમાં આવવાનો છે, જ્યાં સુધી હિંદુ-મુસ્લિમ વિદેશ ચાલુ છે ત્યાં સુધી એ કારસી લિપિમાં લખાયેલી અને ફારસી યા અરખી શબ્દોના વધારાડતા ભરાવાવાળી ઉર્દૂનું વા દેવનાગરીમાં લખાયેલી અને સંસ્કૃત શબ્દોના વધારે ભરાવાવાળી હિંદીનું રૂપ લે છે. પણ જ્યારે બંને કામાનાં હૃદય એક થશે, ત્યારે એક જ ભાષાનાં એ બે રૂપે એકબીજામાં મળી જશે, અને એ એના પરિણામરૂપ એવી, પોતાના પૂર્ણ વિકાસ અને અશક્તિ માટે આવશ્યક હોય એવા સંસ્કૃત, ફારસી, અને અરબી વા ખીજા શબ્દોવાળી એક ભાષા આપને મળશે. પરંતુ જુદા જુદા પ્રાંતાના લકા પ્રાંતિક ભાષાઓ સહેલાઈથી શીખી શકે એટલા માટે એક લિપિની ચેાજના તે ખીજી બધી લિપિને નિઃશંકપણે સ્થાનભ્રષ્ટ કરવા માટે છે. આ હેતુ સાધાનો સારામાં સારા માર્ગ એ છે કે, પ્રથમ તો, ગુજરાતમાં છે એમ, હિંદભરની બધી શાળાએકમાં, વિશેષ નહિ તે હિંદુઓ માટે તો, દેવનાગરી શિક્ષણ કજિયાત કરી દેવું, અને પછી જુદી જુદી દેશી ભાષાઓના અગત્યના સાહિત્યને દેવનાગરીમાં છપાવવું. અમુક પ્રમાણમાં આવા પ્રયત્ન ચારતા થઈ પણ ચૂક્યો છે. દેવનાગરીમાં છાપેલી ગીતાંજલિ મે જોઈ છે. પરંતુ એ પ્રયત્ન મોટા પ્રમાણુ પર કરવાની જરૂર છે. વળી આવાં પુસ્તકાના ફેલાવા માટે પ્રચારકામ પણ કરવું જોઈએ. હિંદુ-મુસલમાનો મેળ કરવા માટે કાઈ પણ રચનાત્મક સૂચના કરવી અત્યારે તો ફૅશન બહાર ગણાય છે, એ હું જાણું છું. છતાં આ પત્રમાં મે કહ્યુ છે તે મારાથી કરી કહ્યા વિના રહેવાતું નથી કે, પોતાના મુસલમાન ભાઈ ની નજીક આવવું હોય તે હિંદુઓએ ઉર્દૂ શીખવું જોઈએ અને પોતાના હિંદુ ભાઈની નજીક આવ્યું હોય તે મુસલમાનોએ હિંદી શીખવું જોઈ એ, હિંદુ અને મુસલમાનની સાચી એકતામાં જેને શ્રદ્ધા છે એમણે એમ્બીજા તરફના તિરસ્કારના અત્યારના ભયંકર ઉદ્ગારા અને વનથી ગભરાવાની જરૂર નથી. શ્રદ્ધાની જો કાંઈ કિંમત હોય તો જેમનામાં