૧૯. હિંદીપ્રચાર અને ચારિત્રશુદ્ધિ ગયા મહિનાની ૨૬મી તારીખે મદ્રાસમાં દક્ષિણ ભારત હિંદી પ્રચાર સભાની છેવટની પરીક્ષામાં પસાર થયેલાં યુવકયુવતીઓને પ્રમાણપત્રો આપવાન પદવીદાનસમારંભ રખાયા હતા. પછી લેનારાંઓને પ્રમાણપત્રા આપવાને મને નાતરવામાં આવ્યા હતા. એમને ત્રિવિધ પ્રતિજ્ઞા લેવાની હતી, તેમાં હિંદી હિંદુસ્તાનીને પ્રચાર, સ્વદેશની સેવા, અને હિંદી પ્રચાર સભાની પ્રતિષ્ઠાની રક્ષા અર્થે ચારિત્રશુદ્ધિ, એમ ત્રણ વ્રત લેવાનાં હતાં. પ્રતિજ્ઞાના છેલ્લા બે ભાગ તરક્ મેં પીધરાનું ખાસ ધ્યાન ખેંચ્યું. પશુ સેવા અને ચારિત્રશુદ્ધિ વિષેના વ્રત દાખલ કરવામાં પ્રતિજ્ઞા ધડનારાઓને ખાસ ઇરાદે હતા. એમને એવા અભિપ્રાય હોવા જોઈએ કે, સભા દ્વારા પદવી મેળવનાર યુવક અને યુવતીઓ સેવાભાવથી હિંદીને પ્રચાર કરે અને તેમનાં ચારિત્ર અણીશુદ્ધ હોય, તો એ બે વસ્તુ એ પીધરોની પ્રતિષ્ઠામાં વધારો કરે અને તે જાતે જ હિંદી હિંદુસ્તાનીને લોકપ્રિય કરવાને સારામાં સારું જાહેરાનનું સાધન બની જાય. તેથી મેં એમને એમણે પછી લેતી વખતે કરેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવ્યું. મારા કહેવાનું સમર્થન કરવાને મે' એમની આગળ એક હિંદી શિક્ષકના પતનની ખબર મારી પાસે આવેલી ને એ પતનથી હિંદીપ્રચારના કાર્યને કેટલી નિ થઈ છે એ વિષે એ શબ્દો કહ્યા.
જે સંસ્થાઓ જોડે મારો નિકટના સબંધ રહ્યો છે તેમને જનસમુદાય- પુરુષો તેમ જ સ્ત્રીઓની સાથે કામ લેવાનું રહ્યું છે. એ સસ્થાઓ સેંકડ સ્વયંસેવકાની મારફત કામ ચલાવે છે. એમને નૈતિક સિવાય બીજી કાઈ પણુ પ્રકારની સત્તા હોતી નથી. સ્વયંસેવકાને વિષે પ્રજા વિશ્વાસ રાખે છે, કેમ કે એમનાં ચારિત્ર તે શુદ્ધ જ હોય એમ પ્રજા માની લે છે, જે ક્ષણે તેએ ચારિત્રદ્ધિ વિષેની શાખ ગુમાવે, તે ક્ષણે જ એમની પ્રતિષ્ઠાને એમની અસર ઓછી થઈ જશે, પાપમાં સડાવાયેલી સંસ્થા કે વ્યક્તિને પાપની પ્રસિદ્ધિથી કદી નુકસાન થયું નથી. . . .