લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
હિંદી યા હિંદુસ્તાની

' લિદી ચા હિદુસ્તાની પરિસ્થિતિમાં અવતર્યું છે તેને વિષે બધું જાણવા ચાહતો કાઈ પણ હિંદી ઉદ્ સાહિત્ય પરિચય મેળવવાનું છેડી ન શકે. અને હાલમાં જે પરિષદની સ્થાપના કરવામાં આવી છે તે જો વર્તમાન ઉર્દૂ સાહિત્યમાં મળતા રત્નભંડારો હિંદી જનતા આગળ નહિ ઉધાડે તો તે તેનાં હેતુ અને ક્રૂરજમાં ચૂકશે. પત્ર લખનાર મિત્રે એક ભૂલ કરી છે તે સુધારવાની જરૂર છે. મિત્ર માને છે તેમ બનારસમાં નહિ, પણુ અલ્હાબાદમાં શ્રી, ટંડનજીએ આપેલા વ્યાખ્યાનની પૂરી નકલ એમની પાસે નહિ હોવી જોઈએ; નહિ તે, એમણે જે ભારે ભૂલ કરી છે તેવી તે ન કરત. તે એમ માને છે કે, ટડનજીએ હિંદી ખાલનાર બાવીસ કરોડની વાત કરી ત્યારે તેમના મનમાં આજની કૃત્રિમ હિંદી લખનાર માત્ર જ હતા. પણ એમણે તે સાક્ જણાવેલું કે, વિંધ્યાચલની ઉત્તરમાં વસ્તી વિશાળ જનતાને અનુલક્ષીને આ કહું છું; તેની અંદર છ કરોડ મુસલમાન પણ આવી જાય છે, જે પણ ઓછેવત્તે અને એ જ ભાષા મેલે છે અને સમજે છે, કે જેની ઉત્પત્તિ ત્રજ ભાષામાંથી છે અને જેનું વ્યાકરણ પણ એનું જ સમાન છે. આવી ભાષાને જે ‘ હિંદી એવું નામ અપાયું છે એ નવું નથી. એ નામ તો, મુસલમાન લેખકાએ, પોતે ઉત્તર હિંદના લેક માટે જે ભાષામાં લખતા અને જે એમના હિંદુ બિરાદરે પણ ચક્કસ પણે વાપરતા, તે ભાષાને આપ્યું હતું. પછીથી એમાં તડ પડ્યાં, અને દેવનાગરી લિપિમાં લખાતી હિંદી ઉત્તર હિંદના હિંદુની, અને અરબી કે ફારસી લિપિમાં લખાતી ઉર્દૂ તે પ્રદેશના મુસલમાનોની ભાષા ગણાવા લાગી. એમ કહેવું કે ઉર્દૂ આખા હિંદના મુસલમાનોની ભાષા છે એ તો આજ પણ મુશ્કેલ મને ખબર છે કે, અલીભાઈ ને અને મને અમારી ઉર્દૂ દ્વારા મલખારના મેપલા આગળ વાત કરવામાં મુશ્કેલી પડેલી; અમારે મલયાલમી દુભાષિયાથી કામ લેવું પડેલું. એવી જ મુશ્કેલી અમને પૂર્વ ભંગાળાની અસખ્ય મુસલમાન વસ્તીમાં પણ અનુભવવી પડેલી. એટલે, જે વસ્તુ મારા પત્રલેખક મિત્ર સૂચવવા માગે છે તે જ વસ્તુ તંડનજી અને રાજેન્દ્રબાજી તેને માટે હિંદી’ શબ્દ વાપરીને સૂચવે છે. એને બદલે ‘હિંદુસ્તાની શબ્દ વાપરવાથી એએને સૂચવવાની વસ્તુ કાંઈ વધુ સ્પષ્ટ થાત ' એમ નથી. પરંતુ, પત્રલેખકની એ ફરિયાદ પાકે પાયે છે કે, ક્રેટલાક ઉત્તર હિંદના લેખ કહે છે કે અમે હિંદીમાં લખીએ છીએ, પરંતુ તે એવી હોય છે કે