પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૧. ગેરસમજનું જાળું મારી પાસે અનેક છાપાંની કેટલીક કાપલીઓ આવેલી છે, તેમાં થોડા જ વખત પર સ્થપાયેલી ભારતીય સાહિત્યપરિષદમાં થયેલા કામકાજ વિષે અને તેના સંબંધમાં બાયુ રાજેન્દ્રપ્રસાદ, ખાજી પુરુષોત્તમદાસ ટંડન, પતિ જવાહરલાલ અને મારી સામે સખત જ નહિ પણ કડવી ટીકાએ કરેલી છે. એમાં અમારા પર જે હેતુ અને બદદાનતનું આરોપણ કરેલું છે તે અમારા કાઈના મનમાં પણ કદી આવ્યાં નથી. પરિષદમાં શું થયું કે અમે શું કર્યું એ સમજવાની પણ એ લેખકાએ તક્લીફ લીધી નથી. તેઓ માને છે, એ પરિષદના મૂળમાં અમારી એવી દાનત છે કે ઉર્દૂને હઠાવી હિંદીને આગળ ધપાવવી, અને હિંદીને એવી સંસ્કૃતમય કરી મૂક્વી કે તે મુસલમાનોને સમજવી અશકચવત્ થઈ જાય. અલ્હાબાદમાં હિંદી સાહિત્ય સંમેલનના સાહિત્યના સંગ્રહસ્થાનનું ઉદ્ઘાટન કરતી વખતે ભાજી પુરુષોત્તમદાસ ટંડને આપેલા ભાષણમાંથી તેઓ એવું પણ અનુમાન કાઢે છે કે, ‘ લગભગ ૨૩ કરોડ હિંદી હિંદી ખેલે છે નહે તો સમજે તો છે જ' એમ એમણે કહ્યું એમાં સાચી હકીકતને અવળા રૂપમાં રજૂ કરી હતી. આ લખાણામાં ખીજા પણ ગભિત કટાક્ષા ભરેલાં છે. તેની નોંધ લેવાની મારે જરૂર નથી, કેમ કે એ કટાક્ષા જેમાંથી ઉદ્ભવ્યાં છે તે ગેરસમજો બની શકે તો દૂર કરવી એટલે જ મારો ઉદ્દેશ છે. ' છેલ્લી ટીકાને લઈએ. ટંડનજીનું આખું' ભાણું આ લેખકાની સામે હત તે તેઓ જાણત કે, તેમણે ૨૭ કરોડની સંખ્યા ગણાવી તેમાં ઉર્દૂ ખેલનાર હિંદુ અને મુસલમાનોનો સમાવેશ ઇરાદાપૂર્વક કર્યાં હતા. તેથી તેમણે હિંદી ’ શબ્દ વાપરતાં તેમાં ઉર્દૂનો સમાવેશ કર્યો હતો. ૧૯૩૫માં ઈંદરમાં પસાર થયેલા ઠરાવ, જેમાં ટંડનજી પણ સામેલ હતા, તે હરાવમાં, જે ભાષા ઉત્તર હિંદુસ્તાનમાં હિંદુ અને મુસલમાનો ખેલે છે અને જે દેવનાગરી કે ઉર્દૂ લિપિમાં લખાય છે તે, એવી હિંદીની વ્યાખ્યા કરવામાં આવી છે; એટલું ધ્યાનમાં રાખવામાં આવે તો મે` ઉપર કહેલી વાત સ્પષ્ટ સમજાશે. આ ટીકાઓના લખનારા જે આ વ્યાખ્યા જાણતા હેાત તે તેમને કાઈ પણ કારણે ~ સિવાય કે તેમને ‘હિંદી’ નામ સામે જ વાંધો હોય --- કરિયાદ કરવાપણું નહતું. ‘હિંદી’ નામ જ તેમને અળખામણું હોય તો એ દુઃખની વાત છે. ઉત્તર હિંદુસ્તાનની ભાષા માટે મૂળ શબ્દ ‘હિંદી’ છે. ‘દૂ' એ નામ એક વિશિષ્ટ ઉદ્દેશને સારુ ખાસ અપાયેલું છે, એ જાણીતી વાત છે. ઉર્દૂ લિપિ પણ મુસલમાન રાજકર્તાઓની . '