પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર સગવાને ખાતર બહારથી આણીને આ દેશમાં દાખલ કરેલી, એ જો અતિહાસિક ક્રમ હેાય તે, ‘હિંદી' શબ્દ જ્યાં લગી ઉર્દૂના સમાવેશ થાય એવા વિશાળ અર્થમાં વાપરવામાં આવે, ત્યાં લગી એની સામે કા વિરેાધ ન થવા જોઈ એ. ગમે તેમ હા, બહુ બહુ તો મતભેદ હાય જતા તે આટલી એક જ ખખતના છે કે, એક જ વસ્તુ સૂચવવાને એક શબ્દ વાપરવા કે ખીજો, હિંદીને સંસ્કૃતમય કરી મૂકવા વિષેની ફરિયાદમાં કઈક વજૂદ છે, કેમ કે હિંદીના કેટલાક લેખકે એમનાં લખાણામાં વિના કારણે સંસ્કૃત શબ્દો દાખલ કરવાનો આગ્રહ રાખે છે. કેટલાક ઉર્દૂ લેખકે એટલા જ અકારણ ફારસી કે અરબી શબ્દો વાપરવાનો આગ્રહ રાખે છે, તેમની સામે પણુ એવા આક્ષેપ લાવી શકાય, તે એ આક્ષેપ પણ વજૂદાળા ગણાય. એથીયે ખરાખ તા એ છે કે, તે ભાષાનું વ્યાકરણ પણ બદલી નાંખે છે. આ અતિરેકા કાળે કરીને ભૂંસાઈ જશે, કેમ કે એવી ભાષા જનસમૂહ કદી નહે વાપરે. જે ભાષા જનસમૂહથી સમજી ન શકાય એવી અધરી હોય તે અલ્પજીવી જ નીવડવાની, ભારતીય સાહિત્યપરિષદનુ ધ્યેય તો એ છે કે, ઉપર આપેલી વ્યાખ્યા પ્રમાણેની હિંદી દ્વારા ભિન્ન ભિન્ન પ્રાંતમાં પ્રગટ થતા ઉત્તમ વિચારસશિને આખા ભારતવર્ષ માટે સુલભ કરવા. કેટલાક ટીકાકારો કહે છે એમ, આ પ્રવૃત્તિમાં કશી બદદાનત નથી તેમ કંઈ કામી પક્ષપાત પણ નથી. ‘હિંદી-હિંદુસ્તાની ’ એ શબ્દપ્રયોગ મારા કહેવાથી સ્વીકારાયા હતા. હિંદીની ઉપર આપેલી વ્યાખ્યાનો અર્થ એક સામાસિક શબ્દમાં વ્યક્ત થાય એટલા માટે એ શબ્દપ્રયાગ સ્વીકારાયો. ‘ હિંદી-હિંદુસ્તાની ’ને બદલે માત્ર ‘હિં'દુસ્તાની ’ અથવા ‘હિંદી-ઉર્દૂ ' એ શબ્દ વાપરવા, એવી સૂચના મૌલવી અબદુલ કાદર સાહેબે કરી હતી. મતે આ બેમાંથી એક શબ્દપ્રયોગ સામે વાંધો નથી; ભારતીય સાહિત્ય પરિષદ પોતાના ઉગમસ્થાનની ઉપેક્ષા કરી શકે એમ નહોતું. એ કલ્પનાના ઉગમ ઈંદરના હિંદી સાહિત્યસંમેલનમાં થયા, અને નાગપુરમાં એ સંમેલનના આશ્રય નીચે ભારતીય સાહિત્ય પરિષદને મૂર્ત રૂપ અપાયું; એટલે ‘હિંદી ’ રાખવા આવશ્યક ગણાય એ સ્વાભાવિક હતું. એની જગ્યાએ ‘ ઉર્દૂ ’ શબ્દ વાપરવા કેમ અાગ્ય હતા એનાં કારણુ હું આપી ચૂકયો છું. પણ મેં બતાવવાને પ્રયત્ન કર્યો છે કે, હિંદી હિંદુસ્તાની અને ઉર્દૂ એ પર્યાય શબ્દો છે, અને લગભગ એક જ ભાષાને માટે વપરાય છે. હું અ′, ૨૮-'ક૬