પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મીઠી મનોહર વાડી આ તારી
નંદનવનશી અમોલ :
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં
કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત ! ૨

સંત મહંત અનંત વીરોની
વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં
અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત ! ૩

ઊંડા ઘોર અરણ્ય વિષે કે
સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર
એક જ તારી છાંય !
અમારી ગુણવંતી ગુજરાત ! ૪

સર સરિતા રસભર અમીઝરણાં,
રત્નાકર ભરપૂર :
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી,
માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત ! ૫