લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૪
રાષ્ટ્રિકા
 

જ્યારે પડઘમના ઘણઘોષ પડે,
⁠ને ગરજે જયજયકાર !

૪

અગણિત તારા ભરતેજે
⁠શા કૂચ કરે નભમાંય !
નિજ ધર્મપથે મુખ મૌન મથે,
⁠ને ઝળકે ચેતનકાય :
હે ભારતના વટ ને પતના
⁠જગમાં યશ રાખણહાર !
⁠એ શૂરનર
⁠ઝગવો પૂર,
{{gapકરવા માનો જયજયકાર !
જ્યારે પડઘમના ઘણઘોષ પડે,
⁠ને ગરજે જયજયકાર !

૫

ના શૌર્ય વિવેક વિહોણું,
⁠ના યુક્તિ વિનાનું યુદ્ધ,
ના શક્તિ વિના સ્વર સત્યતણા,
⁠ના વિજય ક્ષમા વિણ શુદ્ધ :
નિર્ભય કર્મે ને સદ્‌ધર્મે
⁠ભારતનો યશટંકાર