પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મન કામના પરિપૂર્ણ, ચિન્તામણિ અધિકૂં એહ;
મુખ રટણ નિશદિન કરે, હરિ મળશે નથી સંદેહ.
મહા અધમથી પણ અધમ, જેની નહિ ગતિ કો કાલ:
ગતિ તેની કરતા દયાપ્રભુ , નામ શ્રીગોપાલ.

પદ ૬૦ મું

કૃષ્ણ કહે કહો એક જ વારજી, તેના મહિમાનો નહિ પારજી;
ગંગાદિ સૌ તીર્થ મહાનજી, કલ્પ ત્રિશત લખી કરતાં સ્નાનજી.
શુચિ જેવું તે થકી હોય ગ્રાતજી, તેવું શુચિ એક હરિવચ માત્રજી;
હરિયશ હેતે ગાય જ્યાં દાસજી, સકળ તીર્થ નો ત્યાંજ નિવાસજી.

ઢાળ

છે નિવાસ તીર્થ અખીલનો, હરિચરણપંકજ માંય;
તે આપોપે ઉભા રહે, જન ગાય ગુણ નિજ જ્યાંય.
હરિ સ્મરણ કરતાં માત્રમાં, બંધન ટળે સંસાર:
આનંદમંગળ નિત્ય નિર્ભય, પુણ્યનો નહિ પાર.