પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જીજ્ઞાસુ ઉપદેષ્ટા ઉભય હોય, ઉચિત ટળે ભવ રોગ;
જન દયાપ્રીતમ કૃષ્ણકરુણા, તવ મળે એ યોગ.

પદ ૭૪ મું

હિત હરિ જગવે સાચા સંતજી, તે જ દુષ્ટ ભુલાવે ભગવંતજી;
હરિજન પાસે નિત્યે વસવુંજી, દુષ્ટ સંગથી દૂરે ખસવુંજી.
દુષ્ટ સંગ પહેલો પરનારીજી, નિજની પણ બહુ પ્રિય નહિ સારીજી;
કામ દામ બે માયા ધામજી, સદા અવિદ્યા ત્યાં વિશ્રામજી,

ઢાળ

વિશ્રામ જ્યાં નિત્ય અવિદ્યા, ત્યાં સહુ અમંગલ હોય;
શ્મશાન સ્થળ ત્યાં પ્રેત હોય, કૌતક ન માને કોય.
તરુણી જ માયા મોહિની, તરવા ન દે જ્યાં સંગ;
અણ મળ્યા કો કદિ ઉગરે,મળતાં સકલ બલ ભંગ.
તે માટે એવું નાસવું, જ્યમ છાયા સ્પર્શ ન થાય;
જ્યમ છાયા મગરી છાયા અડતાં, કાયા કરડી ખાય.