પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તરવાર સરખી તરૂણી, શણગારી દિસે સારી;
ઉપર અનુપમ રૂપ મનોહર, અંતરમાં હત્યારી.
પચરંગી પ્રફુલ્લિત પુષ્પ સરખી, મોહન નિરખે નાર;
મસળ્યા પછી મન ગ્લાનિ ઉપજે, ચતુર ચિત્ત વિચાર.
દુ:ખ દુષ્કૃત નરકની ખાણ સ્ત્રી, ડરી, પરિ ચિત્તથી કાઢ;
જન દયાપ્રીતમ કૃષ્ણ મળતાં, મધ્ય મોટી આડ.

પદ ૭૫ મું

ધન પણ તેવું મન બગાડેજી, પ્રભુમાં પહોંચ્યું ખેંચી કાઢેજી;
અનર્થ જેમાં દશ ને પાંચજી, શ્રીમુખ ગાયા ભરીયાં આંચજી;
સહ્રદય સર્વથી ક્લેશ કરાવેજી, પ્રાણ ખોય કે પ્રેત બનાવેજી;
હરિ સેવામાં વા પરમાર્થજી, વિત્ત વવરાયું સફલિત અર્થજી.

ઢાળ

સફલિત કરવું અર્થ એમ જ, હોય જો કદિ પાસ;
નૂતન ઉપાર્જન કેરી હરિજને ન ધરવી આશ.