પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૭
સંયુક્તા



અધીશ્વરી છે. તારે માટે બન્ને પક્ષ સરખા છે. વિચાર કરી જો, કોનો વાંક છે તે ધ્યાનમાં લે. હૃદયના બધા ભાવને શમાવી શાંત થા.”

સતી ઉત્તર આપી શકી નહિ. પૃથ્વીરાજ પણ શાંત થયો. ઇંદ્રસમ પતિ પ્રાપ્ત કરી સ્વર્ગસુખમાં મહાલતી દેવી સંયુક્તાના હૃદયમાં પિતૃભક્તિના ભાવને લીધે કેટલું દુઃખ થઈ રહ્યું હતું તેનો ભાસ કરાવવા જ અમે આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. પરમાત્માની લીલા વિચિત્ર છે. સંપૂર્ણ સુખ કે સંપૂર્ણ દુઃખ કહીં જ દીઠામાં નથી આવતું.

પૃથ્વીરાજના જીવનને ભારતના સૌભાગ્યના ઈતિહાસ સાથે ઘણો ગાઢો સંબંધ છે. ભારતના અધઃપતનનું, એક મુખ્ય પ્રકરણ સંયુક્તાહરણથી શરૂ થાય છે. કુસંપે એ સમયે ભારતમાં ઘર ઘાલ્યું હતું. જયચંદ અને પૃથ્વીરાજ આંધળા બનીને એક બીજાનું વેર લેવા તયાર થઇ ગયા હતા. સારાખોટાનો વિવેક તેમને રહ્યોજ નહોતો. જયચંદે દેશભક્તિને તિલાંજલિ આપી હતી. પૃથવીરાજ વીરતા અને બુદ્ધિમત્તાથી વિભૂષિત હોવા છતાં પણ અતિ વિલાસી બન્યા હતા. રાસોમાં લખ્યું છે કે, પૃથ્વીરાજે અગિયાર વાર લગ્ન કર્યા હતાં અને દરેક લગ્નમાં બે ચાર હજાર મનુષ્યની પ્રાણાહુતિ દેવાનો પ્રસંગ આવ્યો હતો. અનેક પત્નીઓ હોવાથી રાજમહેલમાં જે દ્વેષ, કુસંપ અને ખટપટ સ્વાભાવિક રીતે જ ઊભાં થાય છે તેનાથી પૃથ્વીરાજ બચ્યો નહોતો. વળી પૃથ્વીરાજમાં પોતાના બળ અને પરાક્રમ માટે વધારે પડતું અભિમાન આવી ગયું હતું. અભિમાન આવવું સ્વાભાવિક પણ હતું કેમકે એણે પહેલાં કેટલીક વાર શાહબુદ્દીનનો પરાજય કરી તેને નસાડી મૂક્યો હતો. મુસલમાનોનો પરાજય કરવો એ એને માટે રમત વાત હતી.

પૃથ્વીરાજના અનેક વીર સામંતો બીજા નાનાંમોટાં યુદ્ધોમાં પરલોક સિધાવી ચૂક્યા હતા; છતાં એ સમયમાં ભારતભૂમિ વીર–શૂન્યા નહોતી થઈ ગઈ. હથિયારબંધીનો કાયદો એ સમયે દેશમાં નહોતો. એ સમયે લોકોમાં જીવન હતું. સ્વતંત્રતાનો પ્રેમ હતો. અનેક રજપૂત યુવકો દેશની સ્વતંત્રતા માટે દેહ અર્પણ કરવા તૈયાર હતા, હાય ! પરંતુ પૃથ્વીરાજની શી દશા હતી! સંયુક્તાના પ્રેમપાશમાં એ એવો સપડાયો હતો કે, રાજકાજમાં