પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ચઢ્યો; પરંતુ તેના સરદારોએ પોતાના બચાવને માટે તેને કેદ કરી; એટલું જ નહિ પરંતુ તેની આજીજી પ્રતિ લક્ષ ન આપતાં તેને તેના શત્રુઓના હાથમાં સોંપી દીધી. પછી તે સરદારોએ રઝિયાના બંધુ બહેરામને સિંહાસન પર બેસાડયો. આ બહેરામ અત્યંત નીચ અને વિષયલંપટ હતો.

બેગમ તેના શત્રુના હાથમાં ગઈ એટલે તેમના સરદારને પોતે કેવું કૃત્ય કરે છે એ વાતનું બિલકુલ ભાન રહ્યું નહિ. અલ્ટુનિયાને તેની શોચનીય સ્થિતિ જોઈને દયા આવી અને તેણે તેને સ્વતંત્ર કરવામાં વાર લગાડી નહિ; એટલું જ નહિ પરંતુ તેનું સૌંદર્ય અને વર્તન જોઇને તેને એટલો આનંદ થયો કે તેણે પોતાનું અંતઃકરણ તેને અર્પણ કર્યું. તે તુર્કીસરદારનું શૌર્ય અને અનુપમ ઉદારતા જોઈને રઝિયા પણ તેના ઉપર મોહિત થઈ અને પરણવા કબૂલ થઈ. થોડા સમયમાં એ ઉભયનો લગ્ન સમારંભ મોટા ઠાઠમાઠ સાથે થયો.

પછી ભટીંડાના કિલ્લામાં બન્નેએ કેટલોક સમય ગાળ્યો. પછી તેમણે પોતાના મહત્ત્વના કાર્ય તરફ લક્ષ આપ્યું અને એક મોટું લશ્કર એકઠું કરીને રાજ્ય પાછું મેળવવા દિલ્હી ઉપર હુમલો કર્યો, પરંતુ બિચારી રઝિયા અને તેના સ્વામીનું કાંઈ વળ્યું નહિ. તેના સૈન્યે અપૂર્વ શૌર્ય બતાવ્યું પરંતુ શત્રુનું જોર વિશેષ હોવાથી તેને પાછું ફરવું પડ્યું. પાછળથી પણ એકાદ બે યુદ્ધ થયાં; પરંતુ પુષ્કળ માણસો નાશ પામ્યાં અને રઝિયા પોતાના પતિ સહિત શત્રુના હાથમાં સપડાઈ. તેમણે તેને અને તેના પતિને ઠા૨ મારી નાખ્યાં.

કૃતઘ્ની અને અભિમાની સરદારો રઝિયાની ઉદારતા, વીરતા, અને સુશાસનને એટલા જલદી ભૂલી ગયા ! રઝિયા એમની સામ્રાજ્ઞી હતી, એના ઉપર એમણે દયા બતાવવી જોઈતી હતી. અફસોસ !

રાજા શિવપ્રસાદ રઝિયાના મૃત્યુનું વૃત્તાંત આ રીતે લખે છે: “રઝિયા પુરુષના વેશમાં નાઠી હતી. રસ્તામાં સૂઈ ગઈ. એક ખેડૂત એના પોશાકની નીચે કસબ અને મોતીથી ભરેલી ચોળી જોઈ લીધી. તેણે જાણ્યું કે આ કોઈ સ્ત્રી છે. આથી તેને મારી નાખીને કપડાં ઉતારી લીધાં અને લાશ જમીનમાં દાટી દીધી.”

આમ કેવળ સાડાત્રણ વર્ષ રાજ્ય કરીને ઇ○ સ○ ૧૨૪૦માં