પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૯
સુહડાદેવી



રાજધાની અણહિલપુર પાટણના રહેવાસી પોરવાળ વાણિયા હતા. તેમના બાપનું નામ અશ્વરાજ (આસરાજ) હતું અને તેઓ ગુજરાતમાં ધોળકા પ્રાંતના (બઘેલ) વંશના રાણા વીરધવળના મંત્રી હતા. જૈનધર્મનાં મંદિર બંધાવવામાં એમના જેટલું દ્રવ્ય બીજા કોઈએ ખરચ્યું નથી. તેમણે પોતાના કુટુંબનાં અનેક સ્ત્રીપુરુષોનાં નામ ઉપરથી નાનાંમોટાં (બાવન) દહેરાં બંધાવ્યાં છે. મુખ્ય મંદિરના દ્વારની બન્ને તરફ ઘણી સરસ કારીગરીવાળા બે ગોખલા છે. એ ગોખલાને લોકો ‘દેરાણી જેઠાણીનાં આળિયાં’ કહે છે, ‘એ આળિયાં’ ને માટે એમ કહેવાય છે કે એક આળિયું વસ્તુપાળની સ્ત્રીએ અને બીજું તેજપાળની સ્ત્રીએ પોતાને ખર્ચે બંધાવ્યું હતું. મહારાજ શાંતિવિજયજીની બનાવેલી ‘જૈનતીર્થ ગાઈડ’ માં પણ એ પ્રમાણે લખેલું છે; પરંતુ પ્રખ્યાત ઈતિહાસવેત્તા પંડિત ગૌરીશંકરજી એ વાતને સ્વીકારવા યોગ્ય ગણતા નથી. તેમના કહેવા પ્રમાણે એ બન્ને ગોખલા વસ્તુપાલે પોતાની સ્ત્રી સુહડાદેવીના સ્મારકમાં તેની સદ્‌ગતિ નિમિત્તે બંધાવ્યા હતા.સુહડાદેવી પાટણના મોઢ વાણિયા જાલ્હણના પુત્ર આસાજીની પુત્રી હતી. એ વખતે ગુજરાતમાં પોરવાળ અને મોઢ વાણિયામાં પરસ્પર લગ્નવ્યવહાર હતો.

સુહડાદેવી ઘણી યોગ્ય સ્ત્રી હોવી જોઈએ; કેમકે તેના મૃત્યુ પછી તેના પતિએ તેનું સ્મારક જાળવી રાખવા ઘણું મોટું ખર્ચ કર્યું હતું. એ બતાવી આપે છે કે પોતાની હયાતીમાં તેણે પતિનો પ્રેમ ઘણી સારી રીતે સંપાદન કર્યો હશે.