પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१४४–पद्मिनी

ગતનાં શ્રેષ્ઠ વીર વીરાંગનાઓના પુણ્ય લોહીથી પવિત્ર થયેલી મેવાડની ભૂમી ભારતીય વીરધર્મના મુખ્ય તીર્થરૂપ છે. પૌરાણિક યુગમાં જે પ્રમાણે કુરુક્ષેત્ર હતું તે પ્રમાણે ઐતિહાસિક યુગમાં મેવાડ વીરધર્મની સાધના માટે સર્વશ્રેષ્ઠ સાધનભૂમિ હતું. ભારતમાં કદી વીરધર્મનો અભ્યુદય થશે, વીરધર્મ જો કદી ભારતવાસીઓના હૃદયમાં ફરીથી સ્થાન મેળવશે, તો કુરુક્ષેત્ર અને મેવાડ ભારતવર્ષમાં સર્વશ્રેષ્ઠ તીર્થસ્થાન તરીકે પૂજાશે. જો કોઈ પણ દિવસ ભારતવાસીઓ અનુભવશે કે, કુરુક્ષેત્ર અને મેવાડની ધૂળની પ્રત્યેક રજકણ ભારતવાસી વીરોના રક્તથી અભિષિક્ત થયેલી છે તથા તેમાં ભારતવાસી વીરોની વીરતા અને મહાનુભાવતા સમાયેલી છે; તો એ વખતે જાગૃત ભારતવર્ષનાં કરોડો નરનારીઓ એ બંન્ને તીર્થમાં એકઠાં થઈને, એ પવિત્ર ધૂળનો સ્પર્શ કરીને વીરધર્મથી ઉત્તેજિત થશે. વીરત્વહીન ભારતમાં એવો દિવસ આવશે, ત્યારે ભારતના એ મહાન વીરોનો આત્મોસર્ગ સફળ થશે.

આગલા ચરિત્રમાં અમે મેવાડની રાણી કર્માદેવીની અપૂર્વ વીરતાની કહાણી વર્ણવી ગયા છીએ. આ અને આના પછીનાં ચરિત્રોમાં ક્રમસર જે કેટલાક વીરપુરુષ અને વીરાંગનાઓની કીર્તિકથા વર્ણવવામાં આવશે તે ઉપરથી વાચક બહેનો સમજી શકશે કે મેવાડને ભારતના વીરધર્મના મુખ્ય તીર્થ તરીકે પૂજવાનું કહેવામાં અમે વાજબી છીએ કે નહિ ?

સમરસિંહ અને કર્મદેવીના આવિર્ભાવને સો કરતાં વધારે વર્ષ વીતી ગયા પછી ઈ○ સ○ ૧૨૭૫ માં લક્ષ્મણસિંહ ચિતોડની ગાદીએ બેઠા હતા. લક્ષ્મણસિંહ એ વખતે સગીર વયનો હોવાથી

૩૫૦