પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
૨૭૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



વફાદારીથી બાદશાહને ઘણી મદદ કરતા.

૨જપૂત રાજાઓમાં કેટલાક પ્રાચીન સૂર્ય અને ચંદ્રવંશીય ક્ષત્રિયોના સંતાન હતા, ત્યારે કેટલાક અગ્નિવંશના સંતાન હતા. અગ્નિકુળની ચારે શાખાઓ હતી. અગ્નિકુળની સ્થાપના વિષે એવી દંતકથા ચાલે છે કે, પહેલાં આ દેશમાં જૈનલોકોનું ઘણું જોર હતું. પાછળથી બ્રાહ્મણોએ જૈનધર્મનું પ્રાબલ્ય ઓછું કરવા યત્ન કર્યો. બ્રાહ્મણો અને જૈનો વચ્ચે એક વખત ઘણો સખ્ત વાદવિવાદ ઉપસ્થિત થયો, ત્યારે ઋષિઓએ જૈનનું દમન કરવા માટે યજ્ઞ આરંભ્યો. એ અગ્નિકુંડમાંથી પુરીહર, ચાલુક્ય, પરમાર અને ચૌહાણ નામના ચાર વીર પુરુષો નીકળ્યા. એ ચારમાં પણ ચૌહાણ વીરતામાં સૌથી વિશેષ હતો. તેના પરાક્રમથી જૈનધર્મનો પ્રભાવ ઓછો થઈને હિંદુ ધર્મનું પ્રાબલ્ય પુનઃ સ્થાપિત થયું.

એ ચાર વીર પુરુષોના વંશજો અગ્નિવંશી રજપૂતના નામથી ઈતિહાસમાં એાળખાય છે. સૂર્યવંશી રજપૂતમાં મેવાડના રાણાઓ અને મારવાડના રાઠોડ રાજાઓ મુખ્ય છે.

રજપૂત જાતિનો સંક્ષેપમાં પરિચય આપ્યા પછી અમે આ ચરિત્રની નાયિકા વી૨નારી સંયુક્તાના જીવનચરિત્રનું અવલોકન કરીશું. ઈસવીસનના અગિયારમા સૈકાના પ્રથમ ભાગમાં ગિઝનીના રાજા સુલતાન મહંમદે બાર વાર હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરી હતી. તેણે અનેક નગરો લૂંટ્યાં હતાં અને ઘણી દેવમૂર્તિઓ તોડી નાખી હતી, પણ પંજાબ સિવાય બીજા કોઈ પ્રાંતમાં તે પોતાનું રાજ્ય સ્થાપી શક્યો નહોતો.

ત્યાર પછી લગભગ દોઢ વર્ષ સુધી કોઇ મુસલમાને ભારતવર્ષ ઉપર ચઢાઈ કરી નહિ. ત્યાર પછી બારમાં સૈકાના છેવટના ભાગમાં અફઘાનિસ્તાનના ઘોરીવંશના રાજાના ભાઈ તથા સેનાપતિ શાહબુદ્દીન ઘોરીએ ભારતવર્ષ ઉપર ચઢાઈ કરી.

એ વખતે દિલ્હી, અજમેર, કનોજ, મેવાડ વગેરે સ્થળે પરાક્રમી રજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા.

દિલ્હીના રાજા અનંગપાળને ફક્ત બે કન્યાઓ હતી. એક કન્યા ચૌહાણવંશના રજપૂત અજમેરના રાજા સોમેશ્વરને અને બીજી કન્યા રાઠોડવંશી કનોજરાજ વિજયપાલને પરણાવી હતી. સોમેશ્વરને પૃથ્વીરાજ અને વિજયપાલને જયચંદ નામના પુત્ર