પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૬૭
 


રજુવાળી ધૂંધળારી દૃશ્યું[૧]ઢાળી ચડી [૨]રોગી
[૩]ગોમ [૪]વોમ તપ્યા ભાણ ઓતરાદી [૫]ગ્રમ. ૧૭

મૃગજાળા વાળા લોઢ ઊછળ્યા પ્રથમી માથે,
નીરઝારા સૂકા, પાન ત્રોવરારા નાશ;
સ્ત્રોવરારા ખાલી આરા દોરા દોરા જેમ સૂકા
નશાં જીવ દાદરારા પામિયા નિરાશ. ૧૮

સારા સારા પંખિયારા ત્રોવરારા ગોતે છાંયા;
ભંખરારા તાપે જોગી ધૂણીઆરા ભાવ;
શંકરારા ઠારો–ઠાર જળાધારા માથે ચડે;
ઉનાળારા આયા દિન આકરા અથાવ, ૧૯

૧૭. વનની ડાળીઓ હિંચેળા ખાવા લાગી. વાયરાના ઝપાટા લાગ્યા. પાંદડાને ઉડાડ્યાં. એવી ગ્રીષ્મ આવી. દિશાઓ ઉપર ધૂંધળી ધૂળની આંધી ચડવા લાગી. ઉત્તરાદી દિશાના ભાનુ પૃથ્વી ને આકાશ બન્ને પર તપી ઊઠ્યા.

૧૮. પૃથ્વી પર મૃગજળનાં મોજાં ઊછળ્યાં. પાણીના ઝરા સુકાયા. તરુવરોનાં પાંદડાં નાશ પામ્યાં. સરોવરના આરા સૂના થયા. એનાં નીર દોરાવા દોરાવા ઘટીને ક્રમે ક્રમે સુકાઈ ગયાં. દેડકાંના જીવ સાચે જ આખરે નિરાશ થયા.

૧૯. સારાં સારાં પક્ષીઓ તરુવરની છાયા ગોતે છે. જોગી લોકો ધૂણીઓ તાપીને તપ કરે છે. ઠેકાણે ઠેકાણે શંકરને જળાધારી ચડે છે. એવા આકારા ઉનાળાના દિવસો આવ્યા.


  1. ૧. તરફ (ઢળતી)
  2. ૨. 'રોગી' એ શબ્દ સોરઠી બોલીમાં ‘સામટી’ એ અર્થમાં વપરાય છે.
  3. ૩, પૃથ્વી
  4. ૪. વ્યોમ
  5. પ. તરફ