પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૮૧
 


હે બહેન ! ઉત્તર દક્ષિણનો વરસાદ જોરથી વરસ્યો એને લીધે રસ્તા બધા ખોદાઈ ગયા છે.

( પિયર જવાનો એક પણ ઈલાજ ન રહેવાથી, ભાઈનું કપટ ન સમજનાર ભોળી બહેન ઝંખતી રહી કે —)

જો હું ઝટ મરી જાઉં અને ચકલીનો અવતાર પામું, તો ઊડીને ભાઈના ઘરને ટોડલે જઈ બેસું ! અરે, છેક ભાઈ સૂતા હોય ત્યાં એને ઓશીકે જઈ બેસું !

હું મરીને કૂવાનો પત્થર બની શકું, તો ય સારું, કે જેથી ભાઈ આવીને મારા ઉપર પોતાનાં ધોતીઆં ધુએ. ]