પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જોડે રે'જો રાજ !
ફૂલની પછેડીઓ સાથે રે હો લાડર્વે
જોડે રે'જો રાજ!
ઉનાળાના તાપ પડે ને
જોડે નહિ રહું રાજ!
ફૂલના વીંઝણા સાથે રે હો લાડવૈ
જોડે રે'જો રાજ !

મોતીના મોડિયા સાથે રે હો લાડવૈ
જોડે રે’જો રાજ !
[ રઢિયાળી રાત ભા. ૨ ]

આવું એક જ રડ્યુંખડ્યું નવું ગીત ગુજરાતની ચરોતર બાજુએથી શોધી શકાય છે. અથવા તો

કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
મેહુલો કરે ઘનઘોર !
જોને કળાયેલ બોલે છે મોર !
જોને નિમાળેલ બોલે છે મોર !

એવાં વિરલાં ગીતો સિવાયનાં સર્વ ગીતો, પછી તે

ઝીણા ઝરમર વરસે મેઘ ભીંજે મારી ચૂંદડલી !
એવા નંદકુંવરના નેહ ભીંજે મારી ચૂંદડલી!

એવાં શૃંગાર-ગીત હો, અથવા