પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
ઋતુગીતો
 

[૧]ચૈતરમાં ચત માંય, કોળામણ વળે કારમી
(એની)ઉલટ ઘણી અંગ માંય, આવો આભપરા–ધણી!

[ચૈત્ર માસમાં બહારની વનસ્પતિની માફક મારા ચિત્તની અંદર, પણ નવી ઊર્મિઓની વસમી કુંપળો ફૂટે છે. એ ઋતુનો ઉલ્લાસ મારા અંગમાં ઉભરાય છે. માટે હું આભપરાના ધણી ! તમે આવો. ]

[૨]વૈશાખે વનમાંય આંબે સાખું ઊતરે,
તમ વ્હોણી કરમાય, વિજોગે વેણુના ધણી !

જેઠ વસમ્મો જાય, ધર સૂકી ધોરી તણી,
પૂંછલ પોરા ખાય જીવન વિનાનાં જેઠવા !

[ જેઠ મહિનો એટલો વસમો જાય છે કે બળદનાં કાંધ સૂકાઈ ગયાં. નિશ્ચેતન થઈ ગયેલાં, જીવન વિનાનાં એ પશુઓ વિસામા ખાતાં ખાતાં હળ ખેંચે છે. ]

અષાઢ કોરાડો ઊતર્યો, મૈયણ પતળ્યો મે,
દલને ટાઢક દે ! જીવ નાંભે રે’ જેઠવા !


  1. ૧. પાઠાન્તર
    ચૈતર માસે શેહ ડોલરિયા ! દઈએ નહિ,
    ખાતે ખબરૂં લે !વિજોગણની વેણુ–ઘણી !
    [હે ડોલર-પુષ્પ સમા પ્રીતમ ! ચૈત્ર મહિને આવો દગો ન દઈએ. હવે તો હોંશેથી આ વિયોગિનીની સાર લેવા આવ !]
  2. ૨. પાઠાન્તર
    વૈશાખ મહિના માંય આંબા રાણ્યું ઉતરે,
    સાખું લૈ સરદાર, વેડો વીણાઇના ઘણી !