પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
ઋતુગીતો
 


પણ હાથી જેવું મોટું પશુ પણ જ્યારે આવી અનાવૃષ્ટિને પરિણામે ડૂકી જાય છે, ત્યારે એને કેમ કરીને બેઠો કરવો? ધ્વનિ એ છે કે પૂછલેલ હાથી જેવી લાચાર ગતિ મારા પ્રેમની બની ગઈ છે. ]

આસો મહિનાની અમે રાણા ! લાલચ રાખીએં,
ત્રોડિયું સર્યું તમે, જીવ્યું ને જાય જેઠવા !

[ હે મેહ ! હજુ આસો માસમાં પણ અમે તારી આશા રાખેલી છે. પણ તમે એ સરવાણીઓ (સ્નેહ–જળની) તોડી નાખી. હવે મારાથી જિવાશે નહિ. ]