પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
ઋતુગીતો
 


મારીશ તોંકે મોર ! સીંગણજાં ચડાવે કરે,
અયેં ચિતજા ચોર ! ઓઢકે ઉદાસી કિયો.

[હે મોર ! હું તને કામઠી પર તીર ચડાવીને મારીશ. ઓ માનવીના ચિત્તડાના ચોર ! તેં મારા ઓઢાને આજે ઉદાસ કરી મૂક્યો.] .

અસીં ગિરિવરજા મોરલા, કાંકર પેટ ભરાં,
રત આવ્યે ન બોલાં, (ત) હૈડો ફાટ મરાં.

[ મોર કહે છે : હે હોથલ ! હું તો ડુંગરામાં રહેનાર ગરીબ મોરલો છું. હું તો ધરતીના પટ પરથી કાંકરા ચણીચણીને પેટ ભરું છું. પરંતુ હું જો મારી વહાલી ઋતુ આવ્યે પણ અંતર ખુલ્લું મેલીને ન બોલું, તો મારું હૈયું ફાટી જ જાય ને હું મરી જ જાઉં ! ]

કરાયલકે ન મારી જેં, જેંજાં રતાં નેણ,
તડ વિઠા ટૌકા કરે, નિત સંભારે સેણ.

ઓઢો કહે છે : હે હોથલ ! જેનાં રાતાં ચોળ નયનો છે, જે ભેખડો પર બેઠા બેઠા ટૌકા કરે છે, અને જે નિત્ય નિત્ય પોતાની પ્રિયાને (સ્વજનને) સંભાર્યા કરે છે, એવા કળામય (મોરલા)ને ન મરાય.]

રેલમછેલા ડુંગરા, ચાવો લગો ચકોર;
વિચાર્યા સંભારી ડિયે, સે ન મારીજેં મોર !

[ડુંગરા પાણી થકી રેલમછેલ થઈ ગયા છે. ચકોર પંખીને ચાહના લાગે છે. એવી ઋતુમાં આપણને વિસરાઈ ગયેલાં સ્વજનોનું, સ્વદેશબાંધવોનું સ્મરણ દેનાર એવા મોરલાને ન મરાય. ]