પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૧૧૯
 


મનમાં સદા દુઃખી માતાનું મુખ યાદ પડે છે. દિવસે આંખો રડે છે. રાત્રિએ અંધકાર હોય છે. ભાદરવાની ચાંદની રાતોની શોભા ગઈ. ભાદરવાની ચાંદની સમુદ્રને તળિયે દેખાય છે. એ ચાંદનીને અંધારેલી જોઈને કમલા આક્રંદ કરે છે. ]

ભાદ્ર ઞેછે આશ્વિન આઈલ દુર્ગાપૂજા દેશે
આનંદસાયરે ભાસ્યા વસૂમાતા હાસે.
બાપેર મંડપ ખાનિ રઈલ, કેવા પૂજા કરે,
બાપ ભાઈ મૌક્ત હોક દૂર્ગા માયેર વરે.

[ ભાદરવો ગયો. આસો આવ્યો. દેશમાં દુર્ગા–પૂજા થાય છે. માતા વસુંધરા આનંદસાગરે નીતરતી હસે છે. પણ મારા પિતાનો મંડપ તો રહી ગયો. કોણ પૂજા કરે ? દૂર્ગામાના વરદાન થકી બાપુ ને ભાઈ મુક્ત બનજો ! ]

કાર્તિક માસેતે દેખ કાર્તિકેર પુજા,
પરદિમેર ઘટ આકિ બાતિર કરે સાજા.
સારા રાત્રિ લૂલા મેલા ગીત વાદ્યિ બાજે,
કૂલેર કામિની જત અવતરંગ સાજે.

[ કાર્તિકમાં કાર્તિકસ્વામીની પૂજા થાય છે. પ્રદીપનો ( ગરબો ) કંડારીને બત્તીના શણગારો કરે છે. આખી રાત આનંદના કોલાહલ અને ગાન–બાજન થાય છે. કુલિન કામિનીઓ વિવિધ વસ્ત્રો સજે છે. ]

સેઈત કાર્તિક ગેલ આગન આઈલ,
પાકા ધાને સરુ શષ્યે પૃથિવી ભરિલ;