પૃષ્ઠ:Rutugeeto.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭


નવ તૃનદલે ઘનવન છાયે
હરષ અમાર દિયેછિ બિછયે
પુલક્તિ નીપ-નિકુંજે આજિ
વિકસિત પ્રાન જેગે છે,
નજને સજલ સ્નિગ્ધ મેઘેર
નીલ અંજન લેગે છે.

[મારાં નયનોમાં સજલ મેઘનું આસમાની અંજન અંજાઈ ગયુ છે. નવા ઘાસ ઉપર ઘાટાં વનની છાંયડીમાં મેં મારો હર્ષ બિછાવી દીધો છે. મારો ખીલેલો પ્રાણ આજે આ પુષ્પભર્યા બાગમાં જાગી ઊઠયો છે.]

એ ચારણોને માટે દુર્લભઃ એથી યે વધુ દુર્લભ કલ્પના તો હવે આવે છે.

ઉગો પ્રાસાદેર શિખરે આજિકે
કે દિયે છે કેશ એલાયે
કબરી એલાયે ?

ઉગો નવઘન-નીલ વાસખાનિ
બુકેર ઉપેર કે લયે છે ટાનિ
તડિત્ શિખાર ચકિત આલોકે
ઉગો કે ફિરે છે ખેલાયે ?

ઉગો પ્રાસાદેર શિખરે આજિકે
કે દિયે છે કેશ એલાયે ?

[ઓહોહો ! આ મહેલના શિખર પર આજે પોતાના અંબોડાના કેશ કેણે વિખરાતા મૂકયા છે ? ઓ રે! આ નવલ વાદળી રૂપી