પૃષ્ઠ:Rutugeeto.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯

 bower, the tavern or the public square better than the cottage, and would not go to the spinning-wheet at all (Prof. Kitterege ).

દોહાનું ઋતુકાવ્ય

લોકસાહિત્યનું ઉત્તમોત્તમ ઋતુકાવ્ય તો દેહાઓમાં ઊતર્યું છેઃ સ્ત્રીગીતો અને ચારણી ગીતો, બન્નેના નબળા સંસ્કારોથી મુકત અને છતાં બન્નેનાં જૂજવાં સામર્થ્યને સંઘરતા એ દોહાઓ એટલે ગોપજનોનાં વનવાસી હૈયાનો મીઠામાં મીઠો નીચોડઃ એની સૌંદર્ય પારખ દષ્ટિ એક બાજુથી એ બબ્બે પંક્તિના દોહામાં

વરસ વળ્યાં વાદળ વળ્યાં,
ધરતી નીલાણી;

એવું ચિત્રાંકન કરે છે અને છતાં તેની સાથોસાથ

(એક) વિજાણંદને કારણે
શેણી સુકાણી.

એવું વિજોગી ગોપ–યુવતીનું પ્રેમ-દર્દ સબલ મિતાક્ષરી રીતે ચાંપી ચાંપી એ બબ્બે પંકિતઓમાં ભરી આપે છે. ચિત્રાલેખન અને વેદનાલેખન, બન્નેની સમતોલ મેળવણીમાંથી નીપજેલા

કોટે મોર કણૂકિયા વાદળ ચમકી બીજ
રુદાને રાણો સાંભર્યો આઈ અષાઢી બીજ.

સાણે વીજું સાટકે, નાંદીવેલે નેસ,
કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ.

એવા દોહાસોરઠા દાયરે અને નેસડે, સિતારના તાર પર અને વાંસળી વાટે સભારંજક વાર્તાકારને કંઠે અને ગાયો ચારતા ગોવાળને