પૃષ્ઠ:Rutugeeto.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઋતુ-ગીતો
 


[ છંદ દોમળિયા ]

અબ જેઠ આયો, લે’ર લાયો, [૧]ચંત ચાયો શામને,
જદુવંસ જાયો, નાથ નાયો, કે'ણ કહાયો કાનને;
વન [૨]વેણ વાતાં, રંગ રાતાં, ગોપ ગાતાં [૩]ગ્યાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી! કહે રાધા કાનને.

[ હવે જેઠ મહિનો આવ્યો, આનંદની લહરીઓ લાવ્યો; ચિત્ત રવામીને ચાહવા લાગ્યું. કાનને સંદેશો કહાવ્યો. છતાં એ યદુવંશમાં જન્મેલો નાથ ન આવ્યો. વનમાં વેણુ (વાંસળી) વગાડતા, રંગમાં રાતા ભીંજાયેલા ગોપલોકો જ્ઞાનમાં ગીતો ગાય છે. અને ભરપૂર યૌવનવાળી ભામિને રાધા કાનને કહેવરાવે છે. ]

આષાઢ

દન ગણતાં જેઠે ગયો, કાળી ઘટા ઘન કાઢ;
એણી પેરે કાના આવજો ! આયો માસ અષાઢ.

આષાઢ આતા, મેઘ માતા, વાય વાતાં વાદળાં,
ધર નીર ધારા, દુ:ખી દારા, સામી મારા શામળા !
વાજંત્ર વાજે, ગહેરી ગાજે, મેલ્ય માઝા માનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી ! કહે રાધા કાનને.

[ દિવસો ગણતાં જેઠ પણ ગયો. વાદળાંએ કાળી ઘટા કાઢી. હે કાના ! આ તરફ હવે આવજો ! આષાઢ માસ આવ્યો.


  1. ચિત્ત
  2. 'વેણુ' શબ્દને ટુંકાવ્યો છે.
  3. જ્ઞાનમાં (ઉત્તર હિન્દુસ્થાનમાં 'ગ્યાન' બોલાય છે.)