પૃષ્ઠ:Rutugeeto.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૨૯
 



તરુવર ગિરિવરસેં, લતા લહરસેં,
નદિયાં પરસે સાગરસેં;
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં,
લગત જહરસેં દુ:ખકારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

[શ્રાવણનાં જળ વરસે છે. આકાશથી વાદળાં (વરસીને) સુંદર સરોવરોને ભરે છે. ગિરિઓ પર તરુઓ ખીલ્યાં છે. લતાઓ લહેરાઈ રહી છે. નદીઓ જઈ સાગરને સ્પર્શે છે. પરંતુ મને તો શય્યા ઝેરથી પણ વધુ દુઃખકારી લાગે છે.]

ભાદરવો

ભાદ્રવ હદ ભરિયા, ગિરિવર હરિયા,
પ્રેમ પ્રસરિયા તન તરિયા,
મથુરામેં ગરિયા, ફેર ન ફરિયા,
કુબજા વરિયા વસ કરિયા;
વ્રજરાજ વિસરિયા, કાજ ન સરિયા,
મન નહિ ઠરિયા હું હારી !
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

[ભાદરવે તો વરસીને સીમાડા ભરી દીધા. ડુંગરા લીલુડા બની ગયા. ત્રિયાઓનાં અંગોમાં પ્રેમ પ્રસર્યો. પરંતુ તમે તો મથુરામાં પેઠા પછી પાછા ફર્યાજ નહિ; કુબજાએ તમને વશ કરી લીધા. હે વ્રજરાજ !