પૃષ્ઠ:Rutugeeto.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૩૩
 



પ્રસનાર નાવત, કરત પૂજા, ધ્યાન શંકરસે ધરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે,
જીય ! સતન વીસળ સંભરે.

[શિવની પૂજા થાય છે. ચંદન ઘસાઈ રહ્યાં છે. લલાટમાં કેસરની આડ્ય કરીને વિપ્રો જાપ જપી રહ્યા છે. એવા શ્રાવણ માસના દિવસે સોહી રહ્યા છે.

શ્રાવણ છલકી રહ્યો છે. વૃક્ષોની છાંયડી જામે છે. લીલી વેલડીઓ વળે છે. બપૈયા પિયુ પિયુ બોલે છે. મોરલા કળા કરીને નાચે છે અને ઢેલાડીઓ એની પાસે ઊભી રહીને ધ્યાન રાખે છે. નારીઓ નાહ્ય છે, પૂજા કરે છે, શંકરનું ધ્યાન ધરે છે. એવી ઋતુમાં મને વીસળ યાદ આવે છે.]

ભાદરવો

[૧]દૂધફૂલાં વાજે ડમર
કંગાં બંગાં કવળાસ,
વીજ વ્રળક્કે ચઁહુ વળે
મેંમંત ભાદ્રવ માસ.

[૨]પેપન્ન ભાદ્રવ માસ પ્રઘળા વહે પચરંગ વાદળાં,
ગડ હડડડ ધણણણ અંબર ગાજત, સખર [૩]અતરં સામળા;


  1. ૧. દૂધફૂલીઆં (નાના) ડૂંડાં
  2. ૨. પય+પન્ન=પાણીથી ભરપૂર
  3. ૩. ઉત્તર દિશાનાં શિખરો. સરખાવો :—
    ઉત્તર શેડ્યું કઢ્ઢિયુ, ડુંગર ડમ્મરિયા,
    હૈડો તલફે મરછ જીં, સજણ સંભરિયા

    [ હોથલની કથા: રસધાર ૪ ]