પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન
૧૧૯
 


વ્યવસ્થિત ખાતું ખોલી શરૂ કરી, ને અઢી દાયકા ઉપર શ્રી. અમીન શિક્ષણખાતામાંથી ત્યાં નિમાયા. પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રાણ સરખા શ્રી. મોતીભાઈએ તેમાં લોકોદ્ધારનાં બીજ દીઠાં ને સરસ્વતીની સેવા જોઈ. આમ પચીસ પચીસ વર્ષ સુધી રાજ્યની અને માતૃભૂમિની પુસ્તકાલય દ્વારા સંગીન સેવા કરતા કરતા વડોદરા રાજ્યના એસિ. ક્યુરેટરના પદેથી તેઓ આશરે બે વર્ષ ઉપર જ નિવૃત્ત થયા છે. આ મૂલ્યવાન સેવાને લીધે અમીન સાહેબને ચરોતરના ને તેથીયે વિશાળ પ્રદેશના મૂગા ને કાર્યાનિષ્ઠ, શાંત અને શરમાળ સેવક કહેવામાં નથી કોઈ અનીતિયુક્ત અસત્ય કે નથી કોઈ કલ્પનાજન્ય અતિશયોક્તિ.

વડોદરા રાજ્યની નોકરશાહીનાં બંધનો સ્વીકારીને, ને વડોદરા સરકાર સાથે વધુમાં વધુ સહકાર સાધીને શ્રી. મોતીભાઈએ કેટલીયે લોક–ઉપયોગી પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે, કેટલાંય અનિષ્ટોને ક્ષીણ કર્યાં છે, કેટલીયે નવી ભાવનાઓને પોષી છે, ને કેટલાંયે જાહેરકાર્યોને વિશિષ્ટ ને વ્યાપક બનાવ્યાં છે. રાજકારણના પ્રબળ ઝંઝાવાતથી અંજાઈ તેમણે કદીયે રાજસેવકની મર્યાદા ઓળંગી નથી, અને લોકસેવા કરતાં તેમણે કદીયે રાજસેવકનું ગુલામી માનસ દાખવ્યું નથી. રાજકારણથી અલિપ્ત રહી ચરોતરનાં તે. વિશેષતઃ વડોદરા રાજ્યનાં અને રાજ્ય બહારનાં છાત્રાલય, પુસ્તકાલય, ઔષધાલય, હરિજનપ્રવૃત્તિ અને કેળવણી સંસ્થાઓને તેમણે ભગીરથ પ્રયત્ન અને પ્રફુલ્લ હૃદયે પોષી છે, પાંગરાવી છે, ને પગભર કરી છે. તેમણે વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિને વેગવંતી કરી; ગ્રામ, કસબા ને પ્રાંત પુસ્તકાલયનું સંગઠન સાધ્યું; અને દીર્ધ દૃષ્ટિએ નાનાં નાનાં પુસ્તકાલયોને પણ ફરજીઆત બચતના