પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન
૧૨૧
 


મંદિરનું ચરોતર વિદ્યાર્થી વસતિગૃહ, ચરોતર એજ્યુકેશન સોસાયટી તરફથી ચાલતું વિદ્યાર્થી–સહાયક સહકારી મંડળ, સ્વયંપાકી વિદ્યાર્થી છાત્રાલય, વિદ્યાર્થીપ્રવાસો ને વ્યાયામપ્રયોગો, વસો કેળવણી મંડળ અને તેની વિવિધ ગૌણ સંસ્થાઓ: આ અને આવી નાની મોટી કેટલીયે પ્રવૃત્તિઓ બહુધા વિદ્યાર્થીજીવનની સર્વદેશીય પ્રગતિ માટે ઉત્સુક રહેતા શ્રી. મોતીભાઈનાં મનોમંથન સાથેજ સંકળાયેલી છે.

અને ચરોતર એજ્યુકેશન સોસાયટી પોતે પણ શ્રી. મોતીભાઈ સાહેબની ચરોતર પ્રદેશની સેવાભાવનાનું જ મૂર્ત સ્વરૂપ છે ને ! પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે આ સોસાયટીનું હિત સાધવામાં, તેને માતબર કરવામાં, અને વિવિધ રીતે સવિશેષ ઉપયોગી બનાવવામાં તેમનો સદ્ધર ફાળો છે. પિતાના હેતથી આ સંસ્થાને તેમણે પાળી–પોષી છે, અને પ્રગતિના પંથે કૂચ કરતી બનાવી છે. ચરોતરની આ અગ્રગણ્ય સંસ્થા અને તેના કાર્યકર્તાઓને આજે પણ અતિકુશળ ને સુપ્રતિષ્ઠિત આગેવાનોની હૂંફ છે. મહાત્માજીએ પણ તેમની ઐતિહાસિકકૂચ વખતે શ્રી. ‘મોતીભાઈના ચરોતર’માંથી તે પસાર થતા હોવાનું કહ્યું હતું, તેમ આ લેખકને યાદ છે. સોસાયટીનું મુખપત્ર ‘ચરોતર’ તેના અગ્નજન્મા ‘જ્ઞાનપ્રચાર’નું જ ધ્યેય સાધતું સર્વત્ર તેની સુવાસ ફેલાવી રહ્યું છે. ‘ચરોતર’નો કોઈ પણ અંક વાંચતાં વાચકને આનો વિશિષ્ટ ખ્યાલ આવશે. કોઈ જાહેર ફંડ કે ન્યાસ, દાદાભાઇ વાચનાલય, વડોદરા રાજ્યનાં કસબા કે ગ્રામ પુસ્તકાલયો ને ગ્રામ ઔષધાલયો, કોઈ પરોપકારી કે દાનવીર સજ્જનનું જીવનચરિત્ર, કોઈ સેવાભાવથી ઓપતો લોકોપયોગી પ્રસંગ, સમાજના સુધારા, ખેતીવિષયક નોંધ, કેળવણી