પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
સાહિત્યને ઓવારેથી
 


કેળવણીકાર હતા, સૂક્ષ્મદર્શી સંશોધક હતા, સરળ ગદ્યલેખક હતા, ને ભારે તત્ત્વવેત્તા હતા; અને છેક જ સૂત્રાત્મક રીતે કહીએ તો એક સમર્થ સાક્ષર હતા. તેમણે ગદ્ય અને પદ્ય લખી સમાજ અને સાહિત્યને વેગ આપ્યો, ગુજરાતની સંસ્કૃત વિદ્વત્તાને ગૌરવવંતી કરી, અને ગુજરાતી ભાષાશાસ્ત્રને મહિમાવંતું કર્યું. છતાંયે તેમની શરમાળ પ્રકૃતિને લીધે કે પોતાની ગુણજ્ઞતાની ઉણપે ગુજરાતની જનતાએ તેમની સુયોગ્ય કદર કરી નથી, અને ગુજરાતી સાહિત્યે તેમની સારસ્વત સેવાની મુક્ત કંઠે પ્રશંસા ઉચ્ચારી નથી. પત્રકાર, શાસ્ત્રકાર, કેળવણીકાર અને સાહિત્યકારઃ આમ ચતુર્વિધ સ્વરૂપે તેમણે તેમની સર્વોત્તમ શક્તિઓ પ્રગટાવી છે. એવા આ ગુજરાતના પ્રતિષ્ઠિત પુત્રને આજે ય પ્રશંસાનાં પરિમલભર્યા પુષ્પો અર્પવામાં નથી કોઈ અનુચિત કુટુંબશ્લાઘા કે નથી કોઈ પ્રોદ્દીપ્ત અયુક્તિ. ગુજરાતી સાહિત્યમાં મંદમંદ પ્રકાશતા અને ચિરકાળ ઉપેક્ષાપાત્ર બનેલા આ તેજે–ઘડ્યા તારકને અનેકાનેક નમ્ર અંજલિઓ આપીને જ આપણે કૃતકૃત્યતા અનુભવીએ.*[૧]





  1. * પ્રસ્તુત ‘અર્ધ્ય’ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલી વ્રજલાલ શાસ્ત્રી રચિત ‘રસગંગા’ની પ્રસ્તાવનામાં સંપાદક તરીકે આ લેખકે ‘વ્રજલાલ શાસ્ત્રીનું ક્ષર અને અક્ષર જીવન’ નામે જે વિસ્તૃત લેખ આપ્યો છે તે ઉપરથી અહીં સંક્ષેપમાં તૈયાર કરવામાં આવ્યો છે. વધુ વિગતો માટે ‘રસગંગા’ની પ્રસ્તાવનામાં આપેલો મૂળ લેખ જોવા જ વાચકને વિનંતિ છે.—કર્તા