પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કલાપી–જીવન અને ‘કેકારવ’

ગુજરાતનું પ્રજાજીવન ઈસ્વી ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં ઇંગ્રેજી સાહિત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સમાગમમાં આવી સુધારાની તનમનાટ દાખવતું હતું, ત્યારે ગુજરાતી સાહિત્ય પણ ભક્તિ, જ્ઞાન, અને સંપ્રદાયનો સાથ તજી નર્મદ-દલપતરામે અને નવલરામ તથા ગોવર્ધનરામે પાડેલા તદ્દન નવા ચાશથી આકર્ષક બનતું જતું હતું. ગુજરાતનો વાચકવર્ગ ત્યારે નરસિંહરાવભાઈનાં નવીન પ્રકૃતિકાવ્યોથી મુગ્ધ થતો હતો; અને કેટલાક વિદ્વાનો સંસ્કૃત ને ઉર્દૂ સાહિત્યના મહાસાગરનાં રત્નોને ગુર્જરસાહિત્યને કિનારે લાવવા પ્રયત્ન કરતા હતા. આ સંયોગોમાં, ‘સુરતાની વાડીના મીઠા મોરલા’, મણિલાલના શિષ્ય, કાન્તના મિત્ર અને ગોવર્ધનરામના પૂજક એ રાજવી સુરસિંહજીનો– ઇ. સ. ૧૮૭૪માં જન્મેલા એ કવિ કલાપીનો–ત્યારે સંસ્કારસમય અને કેળવણીકાળ પસાર થતો હતો. આ નવજુવાન રાજવી કવિના મનમાં ત્યારે કૈં કૈં તરંગો ઉદ્‌ભવતા હતા, અને હૃદયમાં કોઈ અનેરી ઉર્મિઓ ઉછળતી હતી. યુગનાં પ્રેરક બળોએ, સંસ્કારે, સહવાસે અને સંયોગોએ રાજલક્ષ્મીના આ પ્રણયીને સરસ્વતીપુત્ર થવા પ્રેર્યો. દીલના દર્દે, હૃદયની કોમળતાએ, પ્રકૃતિપૂજક ભાવનાએ, સૌંદર્યવાહી દ્રષ્ટિએ, અને સમભાવશીલ સ્વભાવેઃ સૌએ મળી તેને સ્વામીનાથ મિટાવી પ્રીતમ બનાવ્યો, સત્તાધારી મિટાવી સામાન્ય માનવી કર્યો, અને રાજપુત્ર મિટાવી સ્નેહી-કવિ સર્જ્યો.

અન્ય દેશી યુવરાજની માફક કલાપીએ પણ રાજકોટની ‘રાજકુમાર કોલેજમાં’ કેળવણી લીધી; પણ તેટલાથી તેને સંતોષ