પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપી–જીવન અને ‘કેકારવ’
૧૯૭
 


પ્રકાશમય આશાકિરણ જ બતાવે છે. શોભના સાથેના લગ્નના આગલે જ દિવસે આ કાવ્ય રચાયું છે, ને તેથી તે કવિહૃદયના પલટાતા ભાવ દર્શાવે છે. કવિ એમાંથી પરમ આશ્વાસન મેળવે છે; ને આનંદભર્યા આવેશમાં તે અહીં એકાએક બોલી ઊઠે છે કે:—

“ગઈ છે ચિંતા સૌ, અનુકૂળ વિધિયે થઈ રહ્યા,
અમારાં ભાવીને, વણકર વિધાતા વણી રહ્યો !
પ્રભુએ, વ્હાલાંએ, જગત્‌ પરના લોક સઘળે
દીધો નિર્મી તેનો, મધુર કર મારા કર સહે.”

ઇ.સ. ૧૮૯૮ના ઉત્તરાર્ધથી કવિના અવસાન સુધીમાં રચાયેલાં થોડાંક કાવ્યો પ્રેમપ્રાપ્તિના કાળમાં જ લખાયેલાં કહી શકાય. ‘સનમને’, અને ‘આપની યાદી’ એ બે જ ગઝલો આમાં ધ્યાનપાત્ર છે. ઈ. સ. ૧૯૦૦માં કવિજીવનના અંત સાથે આ કાવ્યપ્રવાહ પણ કાયમનો અલોપ થાય છે. સ્નેહી સુરસિંહજી–એ રાજવી કવિ–સદાનો ગયો, અને પાછળ રહ્યો સૌરભભર્યો એ કલાપીનો કેકારવ.

કલાપીનાં કાવ્યોના મુખ્યત્વે આપણે ચાર પ્રકાર પાડી શકીયેઃ (૧) સ્વાનુભવરસિક કે આત્મલક્ષી કાવ્યો (૨) સર્વાનુભવરસિક કે પરલક્ષી કાવ્યો (૩) અનુવાદો ને (૪) ગઝલો. આ પ્રકારો આપણને સ્થૂલ દ્રષ્ટિએ વિવિધ લાગે છે, પણ વસ્તુતઃ તો તે બધા કવિના એકરૂપી આત્મલક્ષિત્વના જ સમાન સૂત્રમાં પરોવાયેલા છે. કવિહૃદયનો સૌથી વધુ બળવાન અને પ્રભાવશાળી ભાવ તો કેવળ પ્રેમ જ છે, અને એ પ્રેમના જ વિવિધ રંગ કલાપીની કવિતામાં વિલસે છે. ક્વચિત્‌ તે અતિ