પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રંગભૂમિ–ઉદ્ધારક રણછોડભાઈ

દી..બ. રણછોડભાઈ ઉદયરામની વિવિધ અને વિશિષ્ટ સાહિત્યસેવા આજે પણ સમભાવ અને પ્રશંસા માગી લે છે. ‘લઘુકૌમુદી’ અને ‘રાસમાળા’ના ભાષાંતરથી તથા ‘રણપિંગળ’ની શ્રમભરી રચનાથી તેમણે ગુજરાતી વાઙ્‌મયને અનોખી રીતે ઉપકૃત કર્યું છે. તેમાંએ ‘રણપિંગળ’ના વિપુલ ગ્રંથોએ તો હદ કરી છે ! અસામાન્ય બુદ્ધિ, અપાર ખંત અને અગાધ પાંડિત્યથી અંકિત થયેલા આ ગ્રંથ પદ્યરચનાના ઇતિહાસમાં તેમની વિલક્ષણ વિદ્વત્તા વડે આજે પણ અભ્યાસીને ઉપયોગી થઈ પડે છે. પણ પ્રસ્તુત લેખનો હેતુ તો રણછોડભાઈએ નાટ્–યસાહિત્યદ્વારા રંગભૂમિની જે સેવા કરી તેમને જ સવિશેષ વિચાર કરવાનો હોવાથી આજનો વિષય પણ નાટ્ય સાહિત્ય વડે મર્યાદિત જ બને છે.

રણછોડભાઈના જીવનનો સાહિત્યસર્જન કે સ્વાધ્યાય એ કાંઈ મુખ્ય વ્યવસાય ન હતો; પણ કચ્છભુજના અમાત્યપદે પહોંચવા ભાગ્યશાળી થયેલા આ દીવાન બહાદુરે રાજકારણ ખેડતાં ખેડતાં પોતાના સાહિત્યરોપને જતનથી જાળવી રાખ્યો હતો. ગુજરાતમાં બ્રિટિશ અમલની સ્થાપનાનો હજુ પ્રારંભકાળ હતો. ધર્મ, રાજકારણ, સમાજ અને સાહિત્ય : સૌ અવનવા વાતાવરણે રંગાતાં હતાં, ને ઇંગ્રેજી શિક્ષણના બળે પલટો પામતાં હતાં. દેશીઓ ત્યારે નિર્માલ્ય કે નાલાયક ન્હોતા ગણાતા. તેમના કેળવાયેલા વર્ગને સરકાર તરફથી આદરભર્યાં આમંત્રણ મળતાં, ને રાજયવહીવટમાં સ્થાન અપાતું. આવી