પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
સાહિત્યને ઓવારેથી
 

આત્મા આ બધું જોઈ કકળી ઉઠશે, અને તેમની કલમ ત્યારથી કર્તવ્યપરાયણ બની.

નાટ્યકૃતિ તરીકે ત્યારે દલપતરામનું ‘લક્ષ્મી’ નાટક બીનહરીફ રીતે સારો લોકાદાર પામતું હતું. અન્ય કોઈ નાટક કદાચ જો રંગભૂમિ ઉપર ભજવાતું નજરે પડતું, તો તે તરજુમિઆને ઉચ્છિષ્ટ હતું; પરંતુ દલપતરામનું ‘લક્ષ્મી’ નાટક પણ ગ્રાક નાટકનો ઇંગ્રેજી ભાષાંતર દ્વારા થયેલો અનુવાદ જ હતું. નાટકસમૃદ્ધ સંસ્કૃત ઉપરથી જ ઉતરી આવેલી ગુજરાતી રણછોડભાઈને નાટક પરત્વે તો છેક દીન અને હીન લાગી. પ્રેમાનંદને નામે જાણીતી થયેલી પેલી સંદિગ્ધ નાટકત્રયી હજુ તો પ્રકાશમાં યે ન્હોતી આવી. તેથી ગુજરાતી નાટક–સાહિત્યને વિકસાવવાના અને રંગભૂમિને ઉન્નત બનાવવાના હેતુથી આ પરિસ્થિતિમાં રણછોડભાઈએ સર્વ શક્ય પ્રયત્નો આદર્યા.

કાળક્રમ ધ્યાનમાં ન લેતાં આપણે ગણવીએ તો રણછોડભાઈ એ આ હેતુથી માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય નામે સંસ્કૃત નાટકોનાં ભાષાંતર કર્યાં; અને પૌરાણિક વિષયોનો આધાર લઈને ‘નળદમયંતી નાટક‘, ‘હરિશ્ચંદ્ર નાટક’, ‘તારામતી સ્વયંવર’, ‘બાણાસુર મદમર્દન’ તથા ‘મદાલસા’ અને ‘ઋતુધ્વજ’ નાટક જેવી કૃતિઓ આપી. પછી તેમણે ‘નાટ્યપ્રકાશ’ નામે નાટ્યકળા ઉપર શાસ્ત્રીય પુસ્તક રચ્યું, અને શેક્ષપીઅરનાં નાટકોથી ગુજરાતી જનતાને પરિચિત કરવા ‘શેક્ષપીઅર કથાસમાજ’ નામે ભાષાંતર આપ્યું. વિશેષમાં તેમણે પેલાં સુવિખ્યાત થયેલાં ‘જયકુમારી વિજય’ અને ‘લલિતાદુઃખદર્શક’ નામે સામાજિક નાટકો પણ રચ્યાં. રણછોડભાઈના માનસને સમજવા અને તેમની નાટ્યશક્તિઓને પિછાનવા આમાંની કેટલીક કૃતિઓ સંક્ષિપ્ત નોંધની