પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રંગભૂમિ–ઉદ્ધારક રણછોડભાઈ
૨૧૩
 


અપેક્ષા રાખે છે, અને છેલ્લી બેઉને તો સવિશેષ સમાલોચનાની એ જરૂર છે.

તે યુગમાં દક્ષિણી અને પારસીઓએ ગુજરાતને રંગભૂમિ વડે રંજન કરવાના પ્રયાસો આરંભ્યા હતા. પણ તેમાંયે હજુ ભવાઈની ચેષ્ટા, કટાક્ષ ને હાંસી જ નજરે પડતાં; અને અશિષ્ટતા તથા બીભત્સતા જ અનુભવચોચર થતાં. નાટક કાંઇ નીતિવિમુખ કે અનીતિપોષક ન હોવું જોઇએ એ સિદ્ધાંત પ્રતિપાદન કરી રણછોડભાઈ એ પૌરાણિક વસ્તુ વડેજ “નળ–દમયંતી” આદિ નાટક રચ્યાં, ને પ્રાકૃત લોકની વિકૃત થયેલી રસવૃત્તિને સન્માર્ગે વાળી; તથા સંસ્કૃતના અગ્રગણ્ય નાટ્યકાર કાલીદાસનાં બે નાટકોને ગુજરાતીમાં ઉતારીને પ્રેક્ષકોની સુરુચિ અને કલાદૃષ્ટિને ઉચ્ચતર બનાવવા કોશીષ કરી. ‘નાટ્યપ્રકાશ’ રચી તેમણે જનતા સમક્ષ નાટકના મૂળભૂત સિદ્ધાંતો સ્ફુટ કર્યા, અને ‘શેક્ષપીઅર કથાસમાજ’ વડે ઈંગ્રેજી નાટકોના વસ્તુ અને હેતુનો ગુજરાતી વાચકવર્ગને ખ્યાલ આપ્યો.

અને છેવટે હવે આપણે તેમનાં બે સામાજિક નાટકો તરફ વળીએ. સૈકાઓથી ગુર્જર સાહિત્યનાં જળ ધાર્મિકતાની નહેરો દ્વારા જ વહેતાં હતાં. શામળ જેવા તેને લૌકિકતાના ભાગે વાળતા; પણ તેના જેવા તો કોઈ વિરલ જ હતા ! ધર્મબોધએ દયારામના યુગ સુધી સાહિત્ય ઉપર સત્તા ભોગવતો, બલ્કે સરમુખત્યારી કરતો; આ બંધીઆર નહેરમાંથી સાહિત્યજળને મુક્ત કરી તેને નવા સ્વાભાવિક માર્ગે યથેચ્છ વ્હેતા મૂકવાના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા હતા. કાવ્યોમાં કે નાટકમાં, આખ્યાનમાં કે વાર્તામાં અપાર્થિવ દેવો કે લોકોત્તર નરાધિપોનું જ નિરૂપણ જ્યાં ત્યાં નજરે પડતું. જેમાં માનવજીવન પોતે ઢંકાઈ