પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ
૨૩
 


વિવેચકની સેવાઓ નહિ મળવાનો અન્યાય થયો છે. જીવંત લેખકોની કૃતિઓના વિવેચક બનવાનું ધ્રુવ સાહેબને જો ના રુચે, તો છેવટે વિદેહી લેખકો ઉપર પણ વિવેચનશાસ્ત્રની દૃષ્ટિએ તેમના વિશાળ અભ્યાસ વડે તેઓ પ્રકાશ નાખે, ને યુવાન વર્ગને માર્ગદર્શક બને. તેથી ગુજરાતી સાહિત્યના વિકાસ પામતા વિવેચનક્ષેત્રને કેટકેટલો લાભ થાય ?

અંતમાં સામાન્ય રીતે જનતા સાથે અંતર રાખતા આ વર્ચસ્વંતા અધ્યાપક તેમનું શીર્ષ પાળિયાંથી સફેદ બને, અને અંગ ગલિત થઈ અશક્ત બને, ત્યાર પહેલાં ગરવી ગુજરાતની નિષ્કામ સેવા કરી માતૃભૂમિનું ઋણ અદા કરે, ને ગુજરાતના કેળવણીક્ષેત્ર ને સાહિત્ય પ્રદેશને વધુ ઉન્નત ને ઉજ્જવળ બનાવે, એવી આશા રાખતી ગુજરાતની સાહિત્ય આલમનાં ને શિષ્ટ જનતાનાં આર્ષ દૃષ્ટિ સેવતા ને આર્ય સંસ્કૃતિને પોષતા આ જ્ઞાન અને અનુભવના પરિપાકવાળા વૃદ્ધ આચાર્યને નમ્ર વંદન હો !