પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
સાહિત્યને ઓવારેથી
 


ને સદાય પ્રવૃત્તિમય રહેતા શ્રી. મુનશીની પ્રતિભા ને પ્રભા હવે કૈં કૈં સાધવાની આગાહી આપે છે; અને સમય જ તે બધાંનું ભવિષ્યમાં યથાયોગ્ય મૂલ્ય આંકશે.

આમ એકંદરે તો કબૂલ કરવું પડે કે મુનશી એ ગુજરાતનું ઝળહળતું રત્ન છે. ગુજરાતના જાહેર જીવન પરત્વે સરકારના જુલમોની ઘડીએ કે કુદરતી આફતોની પળે કવિઓ ને લેખકો તો બિચારા કુંભકર્ણ જ બની જાય છે. તેમની કલમ જ્યારે ઠરી જતી જણાઈ, ત્યારે મુનશીએ યુગધર્મને પિછાણ્યો, અને થોડા સાહિત્યસેવકોની માફક શબ્દ–દેહે પુસ્તકોમાં ગાયેલી અસ્મિતા ગુજરાતની ગૌરવવંતી ભૂમિ ઉપર ઉતારવામાં ફાળો આપ્યો. આ કાંઈ તેમને માટે ઓછું શોભાસ્પદ છે ? પણ મુનશી બુદ્ધિના પ્રમાણમાં એકાગ્રતા સાધે, નીડરતાના પ્રમાણમાં સ્નેહ સમભાવ દાખવે, ઊભરાઇ જતા ઉત્સાહના પ્રમાણમાં સ્થિરતા પ્રાપ્ત કરે, તો તેઓ તેમના માનીતા ગુજરાતની કેટ–કેટલી મહાન સેવાઓ કરી શકે ? એ એકાગ્રતાના અભાવે, નવીનતાના શોખને લીધે આજે તેમનાં ‘ગુજરાત,’ ‘સાહિત્ય સંસદ’ અને ‘સાહિત્યખંડ’ કેટલાં પ્રાણવાન કે ચેતનવંતાં રહ્યાં છે ? હાલ તો આપણે ‘આવા મનુષ્યની બુદ્ધિને જગત નમે, પણ ચાહી ન શકે’ એ શ્રીમતી લીલાવતીના તથ્યોવાળા અભિપ્રાયને જ ટેકો આપવો રહ્યો. જગન્નિયંતા તે બુદ્ધિ વર્ચસ્વંતી ને વરેણ્ય બનાવો !

અંતમાં, મુનશીએ સાહિત્યને ઉજાળ્યું, ચેતનવંતુ બનાવ્યું ને તેને નવો ઝોક આપ્યો. સાહિત્ય અને રાજકારણના સેતુ બનતાં–જો કે હજુ સાહિત્યસેવકોના સેતુ બનવાની કે ગુજરાત