પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
સાહિત્યને ઓવારેથી
 


નર્મદાશંકરભાઈને શિસ્ત સાચવનાર અમલદાર તરીકે જ નિરખનાર જનને તેમનું સાહિત્ય ને ધર્મતત્ત્વજ્ઞાનના વાણાતાણાથી તૈયાર થયેલું સાદું જીવનપટ ન જણાય, કારણકે તેને તો ઉપર લાગેલા રંગો જ આંજી દે છે. નોકરી દરમિયાન આમવર્ગ સાથે સાધેલા સમાગમને લીધે તેમની વિનોદવૃત્તિ એક વ્યવહારદક્ષ વ્યક્તિ તરીકે આજે પણ તેમની પાસે ‘બામણા,’ ‘પત્તર ફાડવી’, ‘મહેરબાન’ જેવા ઘરગથ્થુ શબ્દો બોલાવરાવે છે. આ સમાગમથી પ્રાપ્ત થયેલી કુનેહે તેમને સરકારવિરોધી લોકસેવકોના પણ મિત્ર બનાવ્યા, એમ તેમની મ્યુનિસિપાલિટીઓની સેવાઓ સાબીત કરે છે.

તેમના અભ્યાસખંડમાં જરા ડોકિયું કરો તો વેદની સંહિતા, કોઈ કમિટી કે કમિશનનો રિપોર્ટ, મ્યુનિસિપલ કે લોકલબોર્ડ ઉપરનું કોઈ પુસ્તક, સાહિત્ય કે તત્ત્વજ્ઞાનનો સંસ્કૃત, અંગ્રેજી કે ગુજરાતી ગ્રંથ, આવી વિવિધ સામગ્રી દૃષ્ટિગોચર થશે. અભ્યાસના જુદા જુદા વિષયો તેમને મૂઝવતા નથી, પણ ઊલટું તેઓ તે બધાને માપવા મથે છે. પોસ્ટના કાગળો સ્થળ પ્રમાણે વહેંચી નાખવા માટે ખાનાં હોય છે તેમ વિષયો પ્રમાણે જાણે કે મગજનાં ખાનાં ના પાડી દીધાં હોયને ! આવા પરસ્પરવિરોધી, અસંબદ્ધ કે નિરપેક્ષ વિષયનો સમન્વય કુશાગ્ર બુદ્ધિ વિના કોણ કરી શકે ? આવી બુદ્ધિમત્તા ને વિજ્ઞાન બળે બબ્બે વખત સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાન્ત ઈનામ જીતનાર નર્મદાશંકરભાઈ આ જ ઈનામી નિબંધના મુંબઈ યુનિવર્સિટી તરફથી ઇ. સ. ૧૯૧૯માં પરીક્ષક તરીકે નિમાયા, ઈ. સ. ૧૯૨૮માં સાહિત્ય પરિષદના ધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ઇ. સ. ૧૯૨૯માં લોકલ સેલ્ફ-ગર્વન્મેન્ટ ઈન્સ્ટીટ્‌યુટ’ના