પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિંદુ ધર્મ : ૯૭
 

વિચિત્રતા આપણે જોવાની છે !

[૨]

વળી આપણે આપણા દેશને પણ હિંદુસ્તાન તરીકે સ્વીકારી લીધો છે ! અને આજનું ‘હિંદુસ્તાન’ હવે આપણું હોવા છતાં હજી આપણું બન્યું લાગતું નથી. આપણું હિંંદુસ્તાન એટલે ? કોનું હિંદુસ્તાન ? હિંદુઓનું ? મુસ્લિમાનું ? અંગ્રેજોનું? ઉત્તર સહજ છે. ગાંધીજીને પૂછો, ઝીણાને પૂછો કે સાવરકરને પૂછો ! પાકિસ્તાન એ હિંદુસ્તાનમાંથી કાપી મુસ્લિમોએ લીધું. હજી શીખીસ્તાન, દ્રવીડસ્તાન અને હરિજનસ્તાનના ભણકારા નથી વાગતા એમ ન કહેવાય. પ્રાચીન યુગમાં ભૂમિ વિભાગોને આપણે ‘આવર્ત’, ‘વર્ષ’, ‘મંડળ’, ‘ખંડ’ જેવાં નામોથી એળખતા હતા, અને ખંડોના સમૂહને દ્વીપનું નામ આપતા હતા. આજના એશિયા ખંડને જંબુદ્વીપ તરીકે ઓળખનાર આપણે આપણા ભૂમિખંડને ‘આર્યાવર્ત’, ‘ભારતવર્ષ’ કે ‘ભરતખંડ’ ને નામે એળખતા હતા, એ આપણે માટે જાણીતી બીના છે. પરંતુ આજ હિંદુસ્તાન બહાર જઈ આપણે કહીએ કે અમે ભરતખંડ કે આર્યાવર્ત ના રહીશ છીએ તો આપણને સાંભળનાર જરૂર આશ્ચર્ય અનુભવશે ! દુનિયાભરની કોઈ પણ ભૂગોળમાં એ શબ્દ શોધ્યો જડશે નહિ. આજ જગતમાં આપણા દેશને આળખાવવો હોય તો આપણે તેને ‘હિંદુસ્તાન’ કે ‘ઇન્ડિયા’ જ કહેવા પડશે; અરે આપણા દેશમાં પણ ભરતખંડ અને આર્યાવર્તનું નામ ભદ્રંભદ્રીય લાગતું જાય છે! કવિતા સિવાયનું બીજું સાહિત્ય પણ તેને સાંખી લેતું નથી. આમ આપણે ભરતખંડને હિંદુસ્તાન બનાવી દીધો ! અને વળી એને આપણો કહ્યો.

હિંદુઓને પાકિસ્તાન નામ ગમતું ન હતું. મુસલમાનોએ પાકિસ્તાન આગ્રહપૂર્વક માગવા માંડ્યું અને તે ઝૂંટવી પણ લીધું. હિંદમાં પાકિસ્તાનનાં થોડાં વર્ષ ઉપરના ટૂકડા પડી જશે યા નહિ એ ભવિષ્યનો પ્રશ્ન હવે વર્તમાન બની ગયો છે. ‘સ્તાન’ અને ‘સ્થાન’ આર્ય ભાષાઓના સગપણ અંગે બહુ પાસે પાસે છે, એ પણ કોઈએ ભૂલવા જેવું નથી; છતાં ‘સ્થાન’ ‘શબ્દ’ વ્યાપક ન