પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિંદુ ધર્મ : ૧૦૫
 

સંસ્થાઓ ઉપજાવી અત્યંત ઝડપભરી સ્થિતિસ્થાપકતા મેળવી લીધી છે. આજ પરદેશગમનનાં પ્રાયશ્ચિતની કિંમત રહી નથી. બ્રાહ્મણ અને શુદ્ર સાથે બેસી જમે છે: ખુલ્લી રીતે નહિ તો છુપી રીતે; અને તેમાં પાપ થયું માનતા નથી. મુસ્લિમોનું પાણી પીવાથી આજ કેટલા હિંદુઓ વટલાઈ ગયા ?

આર્ય જીવનની ઉદારતા પછી સજીવન બને છે. સહિષ્ણુતા, ઉદારતા, બંધુત્વ, સ્વરછતા, સમષ્ટિ સાથેની એકતા અને માનવજીવનની પ્રત્યેક કક્ષાને અપનાવી લેતું સમત્વ એ હિંદુ ધર્મનાં મુખ્ય લક્ષણો–જો હિંદુ ધર્મ જેવો કોઈ ધર્મ હોય તો ! એમાં આક્રમક તત્ત્વ ઘણું ઓછું છે. એને પોતાની સંખ્યા વધારવાનો મોહ કે દુરાગ્રહ નથી. ધર્મપરિવર્તન પ્રત્યે એ ઉદાસીન છે. એ કાળબળ અને સમયપરિવર્તનને સ્વીકારી ચાલનારી વ્યવસ્થા છે અને તેથી જ અનેક મતમતાંતરો, અનેક વિધિઓ, અનેક સિદ્ધાંતોને પોતાનામાં સમાવી તેમાંથી એકવાક્યતા ઉપજાવવા સતત પ્રયત્નશીલ રહે છે એ વ્યવસ્થામાં અદ્વૈતવાદી શંકર પણ હોય અને દ્વૈતવાદી મધ્વ પણ હોય. એ વ્યવસ્થાએ પોતાને કશું નામ પણ આવ્યું નથી. એ મમત્વ રહિત સંસ્કૃતિને હિંદૂ નામ આપવું હોય તો ભલે આપીએ. એ નામ લુપ્ત થશે તેની પણ એ સંસ્કૃતિને પરવા નથી. એને પરવા છે એકજ; એણે વિકસાવેલા સંસ્કાર વ્યાપક બને અને માનવજાત સાચા બંધુત્વ તરફ વળે એ જ એનો ઉદ્દેશ. સર્વ ધર્મ પરિષદ, સર્વ ધર્મની એકતા, આંતરરાષ્ટ્રીય સંગઠ્ઠન, યુદ્ધવિરોધ અને શસ્ત્રસંન્યાસ, શાંતિવાદ Pacifism અને માનવવાદ Humanitarianism, સમાજવાદ અને સામ્યવાદ પાછળ સંતાયેલી આર્થિક સમાન વહેંચણીના પ્રયોગો, એ સર્વ આર્ય સંસ્કૃતિ, આર્યજીવનને પોતાનાં લાગે છે. એ તરફ વળતાં જગતને નિહાળી એ પોતાનો વિજય થયો માને છે. એને નામ પાડેલા ‘હિંદુ’ ધર્મનો વિજય જોઈએ નહિ. “હિંદુ” ધર્મના પાયામાં રહેલાં અહિંસા, આક્રમણવિરોધ અને જનકલ્યાણ એનો વિજય જોઈએ. એની આ ઉદાસીનતામાં વિરાગની મસ્તી છે, કાયરની