પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ : સાહિત્ય અને ચિંતન
 

તે માન્યતા આખી નાતમાં ફેલાય છે ત્યારે આપણો વિકાસક્રમ આપણને વીરપૂજા, પૂર્વજપૂજા, પ્રકૃતિપૂજા જેવા એકતાનાં તત્ત્વો, ભાષા અને ભૂમિ તેમજ જાતિ–અભિમાન અર્પે છે. અને આખી જાતને એક કુટુંબ તરીકે ગણવાના પાઠ આપણને શીખવે છે. કુદરતનો સંબંધ, જન્મ, મૃત્યુ, પૂર્વજોનાં સંસ્મરણો એ સઘળું એક વ્યાપક તત્ત્વ જ્ઞાનમાં ગાઠવાઈ જાય છે, અને એક જાતધર્મ પાળી પ્રજાનુ વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે. પ્રજાની કક્ષાએ પહેાંચતાં આપણને પ્રાપ્ત થયેલો ધર્મ આપણી જાતને, આપણી ભૂમિને અને આપણા ભ્રાતૃભાવને ખૂબ વિસ્તૃત સ્વરૂપ આપે છે અને વ્યાપક રક્ષણની ભાવના આખી પ્રજા ઉપર ફરી વળે છે.

એક જ જાતિમાં રહેતા પ્રત્યેક મનુષ્યને ભાલા અને તલવારની અણીથી પોતપોતાનો ન્યાય ચૂકવવવાની છૂટ મળી હોત તો સમાજનું બંધારણ રચાયું જ ન હોત. હિંસકવૃત્તિને દાબી પોતાની જાતમાં ગણાતી પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે માનવીએ બંધુ ભાવના વિકસાવી ન હોત તો વિવિધ જાતિઓના સંગઠનમાંથી પ્રજાભાવના ખીલવવી અશક્ય બનત. યુગ યુગથી હિંસાનો નિષ્ફળ અખતરો કરતો મનુષ્ય જાણે–અજાણે અહિંસાની કિંમત સમજતો જ જાય છે, અહિંસામાં પેાતાના સ્વાર્થને ઓળખતો જાય છે. સ્વાર્થ ખાતર પણ હિંસાની વધારે અને વધારે સાંકડી મર્યાદઓ બાંધી અહિંસાને લંબાવવામાં તે પોતાનું રક્ષણ સચોટ રીતે જોઈ શકે છે. હિંસાને અળગી કરતાં તે અનેક માનસિક સમૃદ્ધિઓ પામતો જાય છે.

આમ વ્યક્તિત્વના મધ્યબિંદુથી ધીમે ધીમે ચારે પાસ ફેલાતી અહિંસાએ પ્રથમ, કુટુંબ, પછી ગોત્ર, તેમાંથી જાત અને તેથી આગળ વધતાં પ્રજાના સમૂહોને પોતાની મર્યાદામાં સ્વરક્ષણના સિદ્ધાંત ઉપર જ લાવી મૂક્યાં છે. અહિંસાનાં વિજય સર્વદા શાંત, સૌમ્ય. અને છતાં ભારે અસરકારક હોય છે. હિંસાના વિજયની માફક તેમાં રુધિરની રતાશ નથી, મૃત્યુનો આર્તનાદ નથી અને નશાબાજ જેવો ઉદ્ધત અસ્થાયી આનંદ નથી. ઢોલ વગડાવીને, ઢંઢેરો પીટાવીને, ધજાઓ ફરકાવીને કે જયનાદો બોલાવીને અહિંસા પોતાનો વિજય જાહેર કરતી