પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬ : સાહિત્ય અને ચિંતન
 

જોઈએ. એની બેસંટે કરેલું ગીતાનું ઈંગ્લીશ ભાષાંતર ધણાય અંગ્રેજી ભણેલાઓને આ સંસ્કૃતિ તરફ દોરી ગયું છે.

આમ આપણા નવા, સ્વાતંત્ર્ય પ્રેરતા રાજકારણમાં ગીતા-ઘડચાં માનસ બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે એ વસ્તુ પાંચ હજાર વર્ષ ઉપર ઉચ્ચારાયેલી ગીતાનું સામર્થ્ય સમજવા માટે બસ છે.

ભાવિકો, આસ્તિકો માટે તો ગીતા જીવતો બોલ છે જ. કોઈ પણ પુસ્તકના કરતાં ગીતા વધારે વંચાય છે અને તેનો વધારેમાં વધારે મુખપાઠ થાય છે, એ સાબિત કરવા માટે બહુ તપાસની જરૂર પણ નથી.

ગુજરાતમાં આ વીસમી સદી પણ ગીતાના અનુવાદ માગે છે, ગુજરાતના મહાકવિ ન્હાનાલાલે ગીતાનું સમશ્લાકી ભાષાંતર ગુજરાતીમાં કર્યું છે એ જાણીતી વાત છે. બીજા કંઈક અનુવાદ થયેલા છે જ. હિંદની સર્વ પ્રાન્તિક ભાષાઓમાં આ જ રીતે ગીતાનાં પ્રતિબિંબો પડેલાં છે. પ્રત્યેક ભાષાએ ગીતા માગી: છે; એક યુગમાં નહિં; સર્વ યુગમાં. અને પ્રત્યેક ભાષાના સાહિત્યકારે ગીતાને માગી લેાકભાષામાં ઉતારી પણ છે. આજ વીસમી સદીના મધ્યકાળ સુધી પણ ગીતાની ટીકાઓ કેટકેટલી થયેલી છે ? કોઈ ગીતાપ્રેમી અભ્યાસી હિન્દની ભાષાઓમાં થયેલાં ગીતાનાં ભાષાંતરો અને ગીતા ઉપર રચાયલી ટીકાઓ, દીપિકાઓ અને સ્વાધ્યાયગ્રંથોનો અંદાજ કાઢે તો ગીતાની આર્યજીવન ઉપર થયેલી અને થતી અસર આંકડાના સ્વરૂપમાં સાબિત થઈ શકે. શેકસપિયર જગતમાં વધારેમાં વધારે વંચાય છે, શેકસપિયર ઉપર વધારેમાં વધારે વિવેચનો થયેલાં છે. શેકસપિયર ઉપર વધારેમાં વધારે મીમાંસાઓ રચાઈ છે, એમ કહેવામાં આવે છે એ ખરું હશે.

नांतोसडस्ति मम दिव्यानां विभूतिनां परंतप

શેકસપિયર પણ એજ વિભૂતિનો અંશ છે. છતાં અભ્યાસની દ્રષ્ટિએ ગીતાની ટીકા, મીમાંસા, અને વિવેચનોનો અંદાજ કાઢીએ તો જરૂર એ મહાગ્રંથ શેકસપિયર જેટલા સાહિત્ય ભંડાર જરૂર રજુ