પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શિક્ષકોનું માંગલ્ય ૧૬૯
 

અર્થમિનારાઓએ કાં તો ઝૂંપડીની સપાટીએ આવવું પડશે અગર ઝૂંપડીઓને એક બે માળ આપી ઊંચી લેવી પડશે. નહિ તો ઝૂંપડીમાં લાગેલો અગ્નિ મિનારાઓને પણ ભસ્મ કરી નાખશે. આજની દુનિયાનો મહારોગ આર્થિક અસમાનતાને નામે આપણે ઓળખી શકીએ. પ્રાથમિક શિક્ષકોને પોતાના અર્થથી સંતોષ સેવવાનો પોતાના કાર્યને સેવાભાવ તરીકે ગણવાનો, ગરીબીમાં રહેલી મહત્તાનો બોધ કરતી વખતે આપણે વિચારવું જોઈએ કે શિક્ષકો કરતાં બીજા સામાજિક ઘટકો એ બોધની વધારે પાત્રતા ધરાવે છે.

શિક્ષક સિવાયની દુનિયાને શિક્ષકની તરફેણમાં આટલું સંભળાવતી વખતે હું શિક્ષકોને પણ કેટલીક વાત સંભળાવી લઉં.

બાળક અને કિશોર અવસ્થા એ આખા યૌવનનો અને વાર્ધક્યનો પાયો છે. એ અવસ્થાને ઘડતી કેળવણી આપવાનું કાર્ય બીજા કોઈપણ રચનાત્મક કાર્ય જેટલું મહત્ત્વનું છે. બાલમાનસ ઘડવું એ અત્યંત ગંભીર, નાજુક, જીવનપર્યંત અને તેથી યે આગળ સુધીની અસરો ઉપજાવનારું, અત્યંત કૌશલ્ય માગતું કાર્ય છે. શિક્ષકો એની ગંભીરતા, એની પવિત્રતા અને એનાં જોખમ સમજી વિચારીને એ ધંધામાં પ્રવેશ કરે! બીજા કોઈપણ કાર્યમાં હળવા હૃદયનો પ્રવેશ ચાલી શકે; પ્રાથમિક શિક્ષણમાં હળવી પ્રવૃત્તિ રાખે જરા ય ચાલે એમ નથી. રાષ્ટ્રઘડતરનું આદ્ય રચનાત્મક કાર્ય તે બાલ કેળવણી – પ્રાથમિક કેળવણી. રાષ્ટ્રઘડતરનું એક પરમ મહત્ત્વનું તત્વ પ્રાથમિક શિક્ષકોને સોપાયું છે એ વાત તે કદી ન ભૂલે.

ઈસવીસનની સાતમી આઠમી સદી સુધી પરદેશી મુસાફરીએ ભારતવાસીઓને પ્રમાણપત્રો આપ્યાં છે કે ભારતની પ્રજા એટલે સત્યવાદી પ્રજા, આતિથ્ય સત્કાર પ્રવીણ પ્રજા, ધર્મનિષ્ઠ પ્રજા, જેમાં ચોરી, લૂંટ અને જૂઠ બિલકુલ નહીં. આજ પરદેશીઓ આપણને જૂઠા કહે તો આપણો પુણ્યપ્રકોપ સળગી ઊઠે એ સ્વાભાવિક છે. પરંતુ મને ભય છે કે બાર સદી પહેલાં પરદેશીઓએ આપણને આપેલાં પ્રમાણપત્ર આપણે ભાગ્યે જ આપણને પોતાને આપી શકીશું. ચોરી, લૂંટ અને જૂઠનાં પૂર મારી, તમારી અને સહુની આસપાસ