પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨ : સાહિત્ય અને ચિંતન
 

આપી ફોડે એ ચલાવી લેવું જોઈએ.”

રાજ્યકાજ એ જુઠ્ઠાણું હોય, ખટપટ હોય, બોલવું કાંઈ ને કરવું કાંઈ, એવી માનવવૃત્તિનો કલામય નમૂનો હોય, એક બીજા ઉપરની જાસુસી હોય, અમાનુષી હૃદયહીનતા હોય, કૃતઘ્નતા હોય, તો ખરેખર રાજકારણના અર્કસમી પ્રતિનિધિ યોજનાઓ એ સર્વનું જ પ્રતિબિંબ હોય એમાં શક નહિ. રાજને અંતે નરક એવી આપણામાં કહેવત પણ છે. વ્યક્તિની, ટોળકીની કે પક્ષની સત્તાને ચિરંજીવી બનાવવા માટેની રમત એનું નામ રાજકારણ હોય તો ખરેખર કાયદેસરનું પરદેશ પ્રતિનિધાન પણ આવી રાજકીય ઠગબાજીની રમત બની રહે. હજી રાજકારણ અને પ્રતિનિધિ મંડળ દુનિયાભરમાં ભાગ્યે જ સ્વચ્છતાનો દાવો કરી શકે એમ છે. રાજકાજને નામે ઘણાં પાપ કરવામાં આવે છે અને ઘણાં પાપને નિભાવી લેવામાં આવે છે. એવા સંજોગોમાં પરદેશ મેાકલતાં પ્રતિનિધિ મંડળો બાહોશ, ખટપટી, વાચાળ અને સત્યની ન પરવા કરનાર ખેલાડીઓથી ભરેલાં હોય એ સ્વાભાવિક લાગે.

પરંતુ આ રાજકારણ, આ પ્રતિનિધાન અને આ રાજનીતિ નવી દુનિયામાં ચાલશે ખરી ? પ્રજાનું ભલું એ રાજ્યનો ઉદ્દેશ હોય, માનવજાતનું ભલું એ આંતરાષ્ટ્રીય નીતિનો મંત્ર હોય તો એ નીતિ છોડવી જ રહી. કુટીલનીતિ જેમ વહેલી છૂટે એમ દુનિયા વધારે વહેલી સુખી થશે. ગાંધીજીએ કલ્પેલી અને આચારમાં મૂકેલી રાજનીતિમાં સારાસારવિવેક હેાય, સાચી માહિતી હોય, વિનયશીલતાની કલા હોય, બાહોશી હોય, સાચી માહિતી હોય, જુઠ્ઠાણાને ઓળખવાની શક્તિ હોયઃ એ બધું આજની પરદેશ પ્રતિનિધાન કલાની ખૂબીઓ જરૂર હોય. એમાં માત્ર ન હોય સ્વાર્થ; વ્યક્તિનો, ટોળકીનો, પક્ષનો કે પ્રજાનો. એમાં સત્ય જ હોય–ચોક્ખું નિર્ભેળ સત્ય જ હોય. હજી સુધી એ પરિસ્થિતિએ આપણે પહોંચ્યા નથી એ માનવજાતનું ભયંકર કમનસીબ છે. કોરિયા, ઇરાનનુ તેલ, જપાનની સંધિ, કાશ્મીરનું અંગછેદન, સુએઝ કેનાલના હક્ક, ફિલિપાઈન્સની માલિકી, ઈન્ડોચાઈના ઉપરનો ફ્રેન્ચ કાબુ, જર્મનીની શસ્ત્રસજાવટ અને સધન દેશોની શાંતિ માટેની યુધ્ધ તૈયારી:–આ બધાં જુઠ્ઠાણાની આસપાસ